અરવલ્લી : માલપુરના સાતરડા ગામ ખાતે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયુ હતું. આ ભંગાણને લઇ ખેડૂતોની 4 મહીના જેટલી મહેનત પર પાણી ફરી વળ્યુ હતું. જેના પગલે ખેડૂતમાં રોષ વ્યાપ્યો છે.
અરવલ્લીમાં પાણી પુરવઠાની બેદરકારીના કારણે ખેતરમાં ઉભા ઘઉંનો સોથ વળ્યો - અરવલ્લી ન્યુઝ
માલપુર તાલુકાના સાતરડા ગામે પાણી પુરવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યુ હતું. જેના કારણે ખેડૂતોના ઘઉંના પાકને નુકસાન થયું છે. ખેડૂતો ઘઉંનો પાક લેવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તંત્રની બેદરકારીથી પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા આ પાણીથી ખેડુતોની ચાર માસની મહેનત પર ફરી વળ્યુ હતું.
પાણી પુરવઠાની બેદરકારીના કારણે ખેતરમાં ઉભા ઘઉંનો સોથ વળ્યો
ખેડૂતોનું માનીએ તો અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તેમની વાત જવાબદાર અધિકારીઓ સાંભળતા નથી અને ઉડાઉ જવાબો આપે છે. એટલું જ નહીં અનેક વાર આ પ્રકારની પાણીની પાઈપલાઈન તૂટી જવાને કારણે ખેડૂતોને મોટું નુકસાન થઇ રહ્યું છે, અધિકારીઓના પેટનું પાણી પણ ન હલતું તેવું લાગી રહ્યું છે.