ગુજરાત

gujarat

By

Published : Sep 27, 2019, 12:25 PM IST

ETV Bharat / state

બાયડ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસે કર્યા જીતના દાવા, અંતિમ મ્હોર મતદારોના હાથમાં...

અરવલ્લીઃ ગુજરાતમાં પેટાચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ગયા છે. આ પેટાચૂંટણીમાં બાયડ વિધાનસભા બેઠક માટે પણ ચૂંટણી યોજાશે, જ્યાં કોંગ્રેસનો હાથ છોડી ભગવા રંગે રંગાનાર ધવલસિંહ ઝાલાના રાજીનામા બાદ બેઠક ખાલી થઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને મૂરતિયાઓની શોધમાં છે, પરંતુ એ પહેલાં તો તેઓ પોતાના જીતના દાવા કરી રહ્યાં છે. ત્યારે અરવલ્લી જિલ્લાની કોંગ્રેસનો ગઢ ગણાતી બાયડ બેઠક પર કોણ બાજી મારશે? તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

બાયડ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે કર્યા જીતના દાવા

પેટાચૂંટણીને માટે બાયડ બેઠક પર રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ પક્ષના નેતા ઉમેદવાર પસંદગી કરવામાં વ્યસ્ત છે, ત્યારે બાયડના નાગરિકો સ્થાનિક ઉમેદવારને બેઠક પર ઉતારવાની માગ કરી રહ્યાં છે.

બાયડ પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે કર્યા જીતના દાવા

આ અંગે જવાબ આપતાં કોંગ્રેસ નેતા કમલેન્દ્ર સિંહ ઠાકોરે જણાવ્યું હતું કે,"જનતાની માગ છે પણ તેવું થઈ શકે તેમ નથી. અમે અહીંથી ઉમેદવારના નામ પ્રદેશ પ્રમુખને મોકલી દીધા છે. ત્યારબાદ હાઈ કમાન્ડ દ્વારા નિર્ણય અનુસાર ઉમેદવારનુ નામ જાહેર કરવામાં આવશે."

બીજીતરફ ભાજપ પણ કોંગ્રેસમાંથી આવેલા ધવલસિંહને ઉમેદવાર બનાવવા કે પક્ષના કોઈ જૂના જોગીને મેદાને ઉતારવા તે અંગે મૂંઝવણમાં છે. પરંતુ પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ધવલસિંહ ઝાલાએ પેટાચૂંટણીની તમામ બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આમ, બંને પક્ષો પેટાટાચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. સાથે પોતાની જીત નિશ્વિત કરવા પ્રજાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details