ગુજરાત

gujarat

ETV Bharat / state

ભિલોડા પોલીસે છાપો મારી વિદેશી દારૂ ઝડપ્યો - Print my Indian-made foreign liquor in a residential house

અરવલ્લી જિલ્લાના કાળી ડુંગરી ગામના બુટલેગર રાજુ બદાભાઇ ડામોરે તેના ઘર નજીક આવેલા નાંદોજ ગામના તળાવની આસપાસ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી ભિલોડા પોલીસને મળી હતી.

ભિલોડા પોલીસે છાપો મારી વિદેશી દારૂ ઝડપ્યો
ભિલોડા પોલીસે છાપો મારી વિદેશી દારૂ ઝડપ્યો

By

Published : Jul 29, 2020, 1:51 PM IST

અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકામાંથી પોલીસે બુટલેગરના રહેણાંકના મકાનમાં છાપો મારી ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની કાળી ડુંગરી ગામના બુટલેગર રાજુ બદાભાઇ ડામોરે તેના ઘર નજીક આવેલા નાંદોજ ગામના તળાવની આસપાસ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમી ભિલોડા પોલીસને મળી હતી.

જેના આધારે ભિલોડા પી.એસ.આઇ.કે.કે રાજપૂત અને પોલીસ સ્ટાફ્ના માણસો સાથે દરોડા કરતા તળાવની પાળ પાસે ઝાડી ઝાંખરાઓમાં સંતાડી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તથા બિયર ટીન મળી કુલ 113 નંગનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિમત રુપિયા 27,378 થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details