મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મેઘરજના ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી પર લોહિયાળ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દૂધ મંડળીના કર્મચારી હર્ષદ પટેલ જ્યારે મેઘરજ બેન્કમાંથી રૂપિયા લઇ પરત ફરી રહ્યાં હતાં ત્યારે બની હતી.
મોડાસામાં દૂધ મંડળીના કર્મચારી પર હુમલો કરી લૂંટનો પ્રયાસ - ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી પર લોહિયાળ હુમલો
અરવલ્લી જિલ્લાના મેઘરજના ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી પર લોહિયાળ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દૂધ મંડળીના કર્મચારી હર્ષદ પટેલ જ્યારે મેઘરજ બેન્કમાંથી રૂપિયા લઇ પરત ફરી રહ્યાં હતાં ત્યારે બની હતી.
મોડાસામાં દૂધ મંડળીના કર્મચારી પર હુમલો કરી લૂંટનો પ્રયાસ
હર્ષદ પટેલ મેઘરજ બેન્કમાંથી રૂપિયા 3.5 લાખ લઇ મોડાસા તરફ પરત ફરી રહ્યાં હતા. પ્રાથમિક જાણકારી મુજબ કર્મચારી પર લૂંટના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો. ઉન્ડવા દૂધ મંડળીના કર્મચારી, જ્યારે મોડાસાના ભેમાપુર પહોંચ્યા ત્યારે તેમની ગાડી પર હુમલો કરી તેમને લાકડી વડે માર માર્યો હતો. જેના કારણે કર્મચારી ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.
જો કે, આસપાસના લોકો દોડી આવતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીને મોડાસાની ખાનગી હિસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.