મોડાસાઃ છેલ્લા એક માસથી સરેરાશ રોજના એક કે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા અરવલ્લી જિલ્લામાં આરોગ્ય ખાતાએ હાશકારો અનુભવ્યો હતો. જોકે શનિવારના રોજ એક સાથે 11 કોરોના પોઝિટિવ કેસ જ્યારે આ પુર્વે શુક્રવારના રોજ 4 કેસ નોંધાતા લોકોમાં ચીંતા પ્રસરી છે. છેલ્લા બે દિવસમાં નોંધાયેલ કેસમાંથી 13 કેસ મોડાસા તાલુકામાંથી નોંધાયા છે.
અરવલ્લી જિલ્લામાં 2 દિવસમાં 15 લોકો કોરોનાગ્રસ્ત, આંકડો 387 પર પહોચ્યો - અરવલ્લી જિલ્લા કોરોના અપડેટ
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વાઈરસે ફરીથી માથું ઉંચક્યુ છે. જિલ્લામાં શનિવારના રોજ એક સાથે 11 કેસ નોંધાતા ભયનો માહોલ સર્જાયો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ કેસનો આંક 387 પર પહોંચ્યો છે. જ્યારે 307 દર્દીઓ સ્વસ્થ થતા સ્વગૃહે મોકલવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં 2 દિવસમાં 15 લોકો કોરોનાગ્રસ્ત, આંકડો 387 પર પહોચ્યો
હાલ અરવલ્લી જિલ્લાના 31 દર્દીઓ જિલ્લાની તેમજ જિલ્લા બહારની હોસ્પિટલમો કોવીડ-19ની સારવાર હેઠળ છે. તો બીજી બાજુ અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગે કોરોનાથી થયેલ મોતના આંકડા છેલ્લા બે માસથી આપવાના બંધ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 60થી વધુ વયના કોરોનાગ્રસ્ત દર્દીઓ જો મૃત્યુ પામે તો ઉંમરલાયક હોવાનાને લઇ આરોગ્ય તંત્ર દ્રારા આવા દર્દીઓના મૃત્યુને નોન કોવિડ ડેથ ગણવામાં આવી રહ્યુ છે.