ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી રદ થતા શિક્ષક આલમમાં ખળભળાટ - etv bharat

અરવલ્લીઃ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી ગત તારીખ 14-7-2019ના રોજ યોજવામાં આવી હતી. જે તે સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બંધારણ મુજબ ચૂંટણી ન થતી હોવાનું જણાવી ચૂંટણી જાહેરનામું રદ કર્યું હતું. તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશના ઉપરવટ જઈ ચૂંટણી યોજી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવતાં પ્રાથમીક શિક્ષક સંઘની ચૂંટણી રદ કરવામાં આવી હતી અને ચૂંટાયેલા હોદ્દેદારોને અમાન્ય ગણવાનો હુકમ કરવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લા પ્રાથમિક સંઘની ચૂંટણી રદ થતા શિક્ષક આલમમાં ખળભળાટ, ETV BHARAT

By

Published : Aug 14, 2019, 7:00 PM IST

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી ગત માસે યોજવામાં આવી હતી. ચૂંટણીમાં 67 ટકા મતદાન થયું હતું અને હોદ્દેદારો ચૂંટાયા હતા. જોકે ચૂંટણી જાહેર થઇ તે દિવસથી રદ કરવા માટે D.P.E.O ને રજુઆત કરવામાં આવી હતી.

આ ફરિયાદના આધારે અરવલ્લી DPEO ચૂંટણી જાહેરનામું રદ પણ કરી દીધું હતું. DPEOના આ હુકમ સામે ચૂંટણી સમિતિના અધ્યક્ષ મહેશભાઈ ઉપાધ્યાએ હાઈકોર્ટમાં ગયા હતા. જોકે 7 જુલાઈએ ચૂંટણી યોજાઇ તેની આગળની રાતે ચૂંટણી રદ કર્યાની જાહેરાત કરાઇ હતી.

અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી રદ થતા શિક્ષક આલમમાં ખળભળાટ, ETV BHARAT

ત્યાર બાદ 12 જુલાઈએ નવા અધ્યક્ષ હરેશભાઈ સુથારે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું હતું અને 14 જુલાઈના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઇ હતી. પરંતુ, આ ચૂંટણી સામે વિરોધ નોંધાવી મોડાસા તાલુકાના હનુમાન મોરીના પ્રાથમિક શાળાના શિક્ષક આશિષભાઈ પટેલે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી હર્ષિત ગોસાવી, DPEO એ.કે મોઢ પટેલ , નાયબ DPEO સમીરભાઈ પટેલ અને ચૂંટણી અધ્યક્ષ હરેશભાઈ સુથાર અને અરજદાર આશિષભાઈ પટેલની હાજરીમાં સુનાવણી યોજવામાં આવી હતી.રજુ કરવામાં આવેલ આધાર પુરાવાને ધ્યાને લેતા હરેશભાઈ સુથાર જિલ્લા ચૂંટણી સમિતિએ કરેલાં ઠરાવમાં ચૂંટણીપંચના હોદ્દેદાર તરીકે ન હોય તેમને જાહેરનામું પાડવાનો કોઈ અધિકાર રહેતો ન હોવાનું સ્પષ્ટ થયું હતું . જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ 14-40-2019ના રોજ યોજાયેલ પ્રાથમિક શિક્ષણ ચૂંટણી પ્રક્રિયા રદ કરી ચૂંટાયેલા હોદ્દેદારોને અમાન્ય કરાવવાનો હુકમ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details