અરવલ્લીઃ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચોમાસુ બન્દોબસ્ત યોજના ગોઠવવામાં આવી છે. જે મુજબ તમામ પોલીસ સ્ટેશનોની હદમાં ચોમાસાના અનુસંધાને નિચલા વિસ્તાર, ભયજનક તળાવ અને કોઝવે પર ભુતકાળમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે આશરે 25 જેટલા પોઇન્ટ્સ, 22 પેટ્રોલિંગ વાહનો, તરવીયા, જીવન બચાવના જેકેટ્સ સાથે પોલીસ બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અરવલ્લી પોલીસ દ્વારા ભયજનક કોઝવે અને તળાવો પર બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો - Rain in Aravalli
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાક કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. તો કેટલાક તળાવમાં મોટા પ્રમાણમાં પાણી આવતા આ સ્થળોએ હોનારત સર્જાવાનો ભય હોવાથી લોકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ દ્વારા બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
અરવલ્લી પોલીસ દ્વારા ભયજનક કોઝવે અને તળાવો પર બન્દોબસ્ત ગોઠવવામાં આવ્યો
જે તે પોલીસ સ્ટેશન અધિકારી દ્વારા સ્થાનિક આગેવાન અને સરપંચના સંપર્કનો સતત સંપર્ક સાધવામાં આવી રહ્યો છે. જેની માહિતી કંટ્રોલરૂમ તરફથી દરેક કલાકે રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે.