- મોડાસામાં બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ થયું હતુ
- મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી
- રાજકોટના પડવાલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી મળ્યો હતો
મોડાસા (અરવલ્લી) :જિલ્લાના મોડાસામાં બે વર્ષ અગાઉ સગીરાનું અપહરણ થતા ચકચાર મચી હતી. સગીરાના પરિવારજનોએ આરોપી કરણસિંહ ઉર્ફે પીન્ટો બાલુસિંહ ચૌહાણ પર આક્ષેપ કરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્વ ગુન્હો નોંધાયો હતો. જોકે, આ ગુન્હાનો આરોપી કરણસિંહ ઉર્ફે પીન્ટો બાલુસિંહ ચૌહાણ છેલ્લા બે વર્ષથી ફરાર હતો. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી રાજકોટ જિલ્લાના પડવાલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહે છે. પોલીસે બાતમીના આધારિત સ્થળ પર તપાસ કરતા આરોપી મળી આવતા તેને ઝડપી લીધો હતો.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો