- અરવલ્લી પોલીસે અર્બુદા ક્રેડિટ સોસાયટી કૌભાંડમાં સંડોવાયેલા ઠગને ઝડપ્યો
- ચાર વર્ષ અગાઉ અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો
- પોલીસની પકડથી બચવા માઉન્ટ આબુ છોડી આરોપી અમદાવાદમાં રહેતો હતો
મોડાસા: કેટલાક વર્ષો અગાઉ કરોડોનું કૌભાંડ આચરી સમગ્ર ઉત્તર ગુજરાતમાં આવેલ અર્બુદા ક્રેડિટ સોસાયટીની તમામ બ્રાન્ચ રાતોરાત બંધ કરી દેતા હજારો લોકોના પરસેવાની કમાણી ડુબી ગઇ હતી. આ મંડળીના કેટલાક ઠગોને પોલીસ પકડવામાં સફળ થઇ છે. જોકે કેટલાક હજુ પોલીસની પકડથી દુર છે. જેમાં આ ગુનાનો એક આરોપી અને મૂળ રાજસ્થાનનો વતની અમદાવાદ હોવાની માહિતી મળતા અરવલ્લી એસ.એસ.જી એ છાપો મારી ઝડપી લીધો હતો .
આ પણ વાંચો: PMC બેન્ક કૌભાંડ મામલામાં વીવા ગ્રુપના MD અને CAના જામીન નામંજૂર
ચાર વર્ષ અગાઉ અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો
કરોડોનું કૌભાંડ આચરી રફુચક્કર થઇ ગયેલ અર્બુદા ક્રેડિટ સોસાયટીના સંચાલકો વિરૂદ્ધ ચાર વર્ષ અગાઉ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો . જેમાં આ ગુનોનો આરોપી અશોક દેવીલાલ શર્મા રાજસ્થાન છોડી અમદાવાદ ગોદરેજ ગાર્ડનસીટીમાં રહેતો હોવાની જિલ્લા SOGને બાતમી મળતા તેના રહેણાંકના સ્થળે છાપો માટી દબોચી લીધો હતો.
આ પણ વાંચો:રાજકોટ ઇન્જેક્શન કૌભાંડ: ભાજપ કાર્યકર્તા પર આક્ષેપ સાથે કોંગ્રેસના ધરણા
પોલીસની પકડથી બચવા માઉન્ટ આબુ છોડી આરોપી અમદાવાદમાં રહેતો હતો
રાજસ્થાન માઉન્ટ આબુમાં રહેતા અશોક દેવીલાલ શર્મા પોલીસ પકડથી બચવા અમદાવાદ જગતપુરા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં રહેતો હતો. જેની બાતમી અરવલ્લી SOGને મળી હતી. બાતમી આધારીત સ્થળ અને મકાન પર વોચ ગોઠવી આરોપી અશોક શર્માને ઝડપી પાડી ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને હવાલે કર્યો હતો.