અરવલ્લી: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડાસામાં આવેલી વિવિધ ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી. તેમાં રહેલી તમામ અખાદ્ય સામાગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જે દુકાનોના માલિકો બહાર ગામ જતા રહ્યા છે તે દુકાનોની બહાર નોટીસ લગાવમાં આવી છે. જેમાં દુકાન માલિકે દુકાન કાર્યરત કરતા પહેલા ફુડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કરવા તાકીદ કરી છે.
અરવલ્લીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરસાણની દુકાનોમાંથી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો - cpvid-19 effect
છેલ્લા એક માસના સમયગાળાથી લોકડાઉન અમલમાં છે. આ સમય દરમ્યાન ફરસાણની દુકાનોને કોઇ પણ જાતની છૂટછાટ આપવામાં આવી નથી. એકાએક લોકડાઉન અમલમાં આવ્યા બાદ ફરસાણની દુકાનોમાં ફરસાણ તેમજ મીઠાઇ જેવો માલ પડી રહ્યો છે. જે આરોગ્ય માટે જોખમી હોવાથી અરવલ્લી જિલ્લા કલેક્ટરના આદેશથી મોડાસાની દસ ફરસાણની દુકાનોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ કરી અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.
અરવલ્લી: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરસાણની દુકાનોમાંથી લાખોનો અખાદ્ય જથ્થનો નાશ કર્યો
આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં આવેલી તમામ નગરપાલિકાઓને જેતે વિસ્તારની ફરસાણની દુકાનોમાં રહેલા અખાદ્ય વાનગીઓનો નાશ કરવાના આદેશ કરવામાં આવ્યો છે.