અરવલ્લી : જિલ્લામાં શનિવારના રોજ ધનસુરા તાલુકામાં 3 તેમજ મેઘરજ તાલુકામાં 1 કેસ મળી આવતા કોરોના વાયરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-19 ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની 14 ટીમો દ્વારા 704 ઘરોના 4049 લોકોને હાઉસ ટુ હાઉસ સર્વે આવરી લેવામાં આવ્યા છે.
અરવલ્લી જિલ્લામાં વધુ એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દર્દીઓની સંખ્યા 108 થઈ - બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં 58 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 108 થઇ છે. જ્યારે કુલ 77 દર્દીઓ સ્વસ્થ્ય થતા રજા આપવામાં આવી છે. બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ 15, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ 12 મળી કુલ 27 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લી જિલ્લા વધુ એક કોરોના રીપોર્ટ પોઝિટવ
આ સર્વે દરમિયાન 56 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. તો વળી રવિવારે મોડાસામાં 58 વર્ષીય મહિલાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો દર્દીઓની સંખ્યા 108 સુધી પહોચી ગઇ છે.