- મેઘરજમાં પંચાયત દ્વારા બનાવામાં આવેલા રોડની હાલત ખરાબ
- એક માસમાં રોડ ખરાબ થઇ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ
- ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજમાં પંચાયત દ્વારા બનાવામાં આવેલા રોડ એક માસમાં તુટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. જેને લઇને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.
બનાવામાં આવેલા રોડની હાલત
અરવલ્લી જિલ્લાના મેઘરજ નગર મુખ્ય બજારમાં એક માસ અગાઉ પંચાયત દ્વારા રોડ બનાવવામાં આવ્યો હતો. આ રોડ બન્યો એને હજુ તો માંડ એક માસ વિત્યો છે, ત્યા રોડની હાલત એટલી ખરાબ થઇ ગઇ છે કે, જાણે રોડ બન્યો જ ન હોય મેઘરજ પંચાયત દ્વારા બનાવામાં આવેલો આ C.C રોડ પર થી કપચી ઉખેડેલ જોવા મળી રહી છે. ત્યારે રોડ બનાવામાં કોન્ટ્રાક્ટ મુજબ સામગ્રી ન વાપરી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે.
અરવલ્લીઃ મેઘરજમાં પંચાયત દ્વારા બનાવેલા રોડ એક માસમાં તુટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપ રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ
ટુંકા સમયમાં રોડ તુટી જવાથી તંત્રનું લાખો રૂપિયાનું આંધણ થાયુ છે. રોડના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો થઇ રહ્યા છે. જેથી ભ્રષ્ટાચાર થયો છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે તેવુ મેઘરજ નગરના લોકોનું માનવુ છે.