અરવલ્લી: ભિલોડા પોલીસે બાતમીના આધારે ભિલોડાના નવી વસવાટ મસ્જિદમાં તપાસ કરી હતી. જ્યાં તપાસ કરતા માલૂમ પડ્યુ હતું કે જાહેરનામાનો ભંગ કરી ભિલોડાના નવી વસવાટ મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના 15 માણસો ભેગા થઇ મસ્જિદમાં નમાઝ અદા કરી જાહેરનામાંનો ભંગ કર્યો હતો.
અરવલ્લીમાં લોકડાઉનનો ભંગ કરી નમાઝ પઢતા 15 નમાઝીઓની ધરપકડ - covid-19 in gujarat
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં નવી વસવાટ ખાતે આવેલી મસ્જીદમાં સાપ્તાહિક સામુહિક જુમ્માની નમાઝ અદા કરી રહેલા 15 ઇસમોને પોલીસે લોક ડાઉનના ભંગ બદલ અટકાયત કરી હતી. તમામ વિરુદ્વ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અરવલ્લી: લોકડાઉનનો ભંગ કરી નમાઝ પઢતા, 15 લોકો સામે કાર્યવાહી
આ 15 ઇસમોની પોલીસે અટકાયત કરી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.