ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં ધંધા-રોજગાર બંધ રાખવા વેપારીઓએ સ્વંભુ તૈયારી બતાવી - covid-19

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 52 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પ્રજામાં ફફડાટ ફેલાયો છે. લોકલ ટ્રાન્સમિશનનો ખતરો વધતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં લોકોએ જાતેજ પ્રવેશ બંધી ફરમાવી છે. તેમજ તંત્ર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસાનો 65 ટકા વિસ્તાર નિયંત્રિત વિસ્તાર તરીક જાહેર કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતીમાં મોડાસા શહેરમાં વેપારીઓએ 17 મે સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખવા તૈયારી બતાવી નગરપાલિકા પ્રમુખને સંમતિ પત્ર આપ્યો હતો.

etv bharat
અરવલ્લી : મોડાસામાં ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓએ સ્વંભુ તૈયારી બતાવી

By

Published : May 9, 2020, 10:09 PM IST

અરવલ્લી: જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં 52 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા પ્રજામાં ફફડાટ ફેલાયો છે. લોકલ ટ્રાન્સમિશનનો ખતરો વધતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં લોકોએ જાતેજ પ્રવેશ બંધી ફરમાવી છે. તેમજ તંત્ર દ્રારા અરવલ્લી જિલ્લાના મોડાસાનો 65 ટકા વિસ્તાર નિયંત્રિત વિસ્તાર તરીક જાહેર કરવામાં આવ્યો છે.

અરવલ્લી : મોડાસામાં ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓએ સ્વંભુ તૈયારી બતાવી

આ પરિસ્થિતીમાં મોડાસા શહેરમાં વેપારીઓએ 17 મે સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખવા તૈયારી બતાવી નગરપાલિકા પ્રમુખને સંમતિ પત્ર આપ્યો હતો. નગરપાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહને આપવામાં આવેલા સંમતિપત્રમાં મોડાસા નાગરિક સમિતિ સહિત વિવિઘ સાત જેટલી સંસ્થાઓના હોદ્દેદારોએ 11 મેથી 17 મે સુધી દવા-દૂધ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રાખવા બાંહેધરી આપી સ્વયંભુ બંધ રાખશે તેમ જણાવ્યું હતું અને આ અંગે જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડે તેવી પણ વિંનતી કરી હતી.

અરવલ્લી : મોડાસામાં ધંધા રોજગાર બંધ રાખવા વેપારીઓએ સ્વંભુ તૈયારી બતાવી

ABOUT THE AUTHOR

...view details