ગુજરાત

gujarat

ETV Bharat / state

Organic Farming in Aravalli : અરવલ્લીના ખેડૂતોએ ઓર્ગેનિક આમળાની ખેતી કરી બદલી ખેતીની દિશા - અરવલ્લીમાં આમળાંની ખેતી

અરવલ્લીના કોઝણ ગામના એક ખેડૂતે આમળાની ખેતી (Organic Farming in Aravalli) વિશે એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેથી આજે આમળાની ખેતી કરી આ ખેડુત લાખોની કમાણી કરી રહ્યા છે. જાણો કેવી રીતે આમળાની ખેતી કરીને કરે છે લાખોની કમાણી....

Organic Farming in Aravalli : અરવલ્લીના ખેડૂત ઓર્ગેનિક આમળાની ખેતી કરી બદલી ખેતીની દિશા
Organic Farming in Aravalli : અરવલ્લીના ખેડૂત ઓર્ગેનિક આમળાની ખેતી કરી બદલી ખેતીની દિશા

By

Published : Feb 7, 2022, 8:21 AM IST

અરવલ્લી : બાયડના કોઝણ ગામમાં આમળાની ખેતી (Organic Farming in Aravalli) કરી ખેડુત વર્ષે દર વર્ષે લાખોની કમાણી કરી રહ્યાં છે. આ ખેડૂતે છેલ્લા 17 વર્ષથી પરંપરાગત વાવેતર છોડી, બાગાયતી ખેતી (Amla Cultivation in Aravalli) અપનાવી નવી રાહ ચીંધી છે.

આઠ એકર જમીનમાં 1000 આમળાના છોડ વાવ્યા

અરવલ્લીના ખેડૂત ઓર્ગેનિક આમળાની ખેતી કરી બદલી ખેતીની દિશા

વર્ષ 2005માં બળવંતભાઇ એ રાજ્ય સરકાર તરફથી આમળાની ખેતી વિશે એક કાર્યક્રમમાં (Organic Farming Program) ભાગ લીધો હતો. જેમાં તેમણે આમળાની ખેતી વિશે વિશેષ જ્ઞાન મેળવી પોતાની આઠ એકર જમીનમાં 1000 આમળાના છોડ વાવ્યા હતા. ફક્ત ત્રણ જ વર્ષમાં ઝાડ પર ફળ લાગવાના શરૂ થઈ ગયા હતા.

સ્થાનિક કક્ષાએ આમળાનું સેવન વધ્યું

આમળાનું સેવન સ્થાનિક કક્ષાએ પણ વધ્યુ છે અને આ વાડીના આમળા ઓર્ગેનિક હોવાથી માંગ વધુ છે. અરવલ્લી સિવાયના પણ વેપારીઓ આમળા ખરીદવા બળવંત ભાઇની વાડીએ આવે છે. શરૂઆતના વર્ષોમાં આમળાનો પ્રતિ કિલોએ 6 રૂપિયાનો ભાવ મળતા હતા. જે હાલના સમયમાં વધી ને 70 મળી રહ્યો છે.

ગાય આધારિત ઓર્ગેનિક ખેતી

ઓર્ગેનિક આમળાની ખેતી

બળવંતભાઇ ગાય આધારિત ઓર્ગેનીક ખેતી કરી રહ્યા છે. તેથી ઉત્પાદનની સામે ખર્ચ નજીવો છે. બળવંતભાઈ જણાવ્યું કે ચાર વર્ષ પછી એક વીઘા માંથી ત્રણ (Earnings from Organic Farming) લાખ જેટલી આવક થઈ શકે છે.

આ પણ વાંચોઃપાટણની ખેડૂત મહિલાએ મધમાખીનો ઉછેર કરી આત્મનિર્ભરના સુત્રને કર્યું સાર્થક

આમળાની ખેતી અને માંગ

આમળાના ઝાડ (Amla Trees) ખડતલ હોય છે. તેથી પ્રતિકૂળ હવામાનમાં પણ સરળતાથી ઉગી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આમળા અને તેની વિવિધ બનાવટોની માંગ વધી રહી છે તેથી હવે ધીમે ધીમે ખેડૂતો આમળાના પાક તરફ વળ્યા છે. આ ઉપરાંત આયુર્વેદીક દવા (Ayurvedic Medicine in Agriculture) માટે પણ આમળા ઉપયોગ માં લેવામાં આવે છે. આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોવાથી કોરોના કાળમાં તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

સરકાર પ્રોત્સાહન રૂપે એવોર્ડ અને ચેક આપ્યો

આમળાની ઓર્ગેનિક ખેતીમાં કરી મબલખ આવક મેળવવા બદલ રાજ્ય સરકારે ગત વર્ષે 'સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર' 51,000નું ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કર્યું છે.

આ પણ વાંચોઃDragon Fruit Farming In Gujarat: તાલાલાની આ મહિલા ઓર્ગેનિક ખેતી કરી કરે છે મબલક કમાણી, મહિલાઓ માટે બની પ્રેરણા

ABOUT THE AUTHOR

...view details