ગુજરાત

gujarat

By

Published : Oct 7, 2020, 7:29 AM IST

ETV Bharat / state

અમદાવાદના બુટલેગરે પૂછપરછ કરી રહેલા પોલીસકર્મી પર કર્યો હુમલો, પોલીસકર્મી ઘાયલ

અરવલ્લી LCB પોલીસે અમદાવાદની કુખ્યાત ફ્રેક્ચર ગેંગના ગુંડાઓને ઝડપી પાડી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. જોકે, એલ.સી.બી પોલીસે ઝડપેલા ચાર આરોપીઓની પૂછપરછ કરી રહી હતી, તે દરમ્યાન એક આરોપીએ પોલીસકર્મી પર હુમલો કરતા પોલીસ કર્મીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ahmedabad
અરવલ્લી

અરવલ્લી : જિલ્લાના મોડાસા-શામળાજી રોડ પર એક હોટલ નજીકથી દારૂની ખેપ મારતા અમદાવાદની ફ્રેક્ચર 4 બુટલેગરોને જિલ્લા LCBએ ઝડપી પાડ્યા હતા. જોકે, એલ.સી.બી પોલીસે ઝડપાયેલા ચાર આરોપીઓની પૂછપરછ કરી રહી હતી, તે દરમિયાન વાતાવરણ તંગ બન્યુ હતું. ફ્રેક્ચર ગેંગના બુટલેગરોએ પોલીસકર્મી પર ટેબલ પર પડેલી દારૂની બોટલ વડે ફિલ્મી ઢબે હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડયા હતા. પોલીસકર્મી પર હુમલો થતા એસપી, ડીવાયએસપી અને એલ.સી.બી પી.આઈ દોડી આવ્યા હતા અને ચારેય આરોપીઓની સરભરા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના બુટલેગરે પોલીસકર્મી પર હુમલો કરી ઘાયલ કર્યો

રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની હેરાફેરી કરતા અમદાવાદના વસીમ સમીમ પઠાણ, અખિલેશ કમલાપ્રસદ દુબે, દિપકલાલ શિવલાલભાઇ ઓડ અને રાકેશ ઉર્ફે મુન્નો છત્રસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે સોનું ઉર્ફે ઘાઘરા નામનો આરોપી પોલીસને ચકમો આપી નાસી છૂટયો હતો. જ્યારે LCBએ 4.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details