અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાના રીંટોડા ગામ નજીક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કિશનગઢના યુવકનું મોત નીપજ્યું હતું. કિશનગઢ ગામનો કિરણ કોટવાળ અને જીગર અસારી બાઈક લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા. તેઓ જ્યારે બાઈક લઈ રીંટોડા નજીકથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે સામેથી આવી રહેલી કારે બાઇકને અડફેટે લેતા બંને યુવકો રોડ પર પટકાયા હતા.
અરવલ્લીના ભિલોડામાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત, 1 ઈજાગ્રસ્ત - Aravalli Crime News
અરવલ્લી જિલ્લાના ભિલોડાના રીંટોડા ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી, જેમાં બાઈક ચાલક યુવકનું મોત થયું હતું, જ્યારે પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીના ભિલોડામાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મોત, અન્ય એક ઈજાગ્રસ્ત
આ અકસ્માતના પગલે લોકોએ તાત્કાલીક બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જેમાં બાઈક ચાલક કિરણ કોટવાળનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. ઘટના બાદ તરત જ કાર ચાલક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. ભિલોડા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.