- દયા ફાઉન્ડેશનના સભ્યને આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાં મળી આવ્યો હતો
- મોડાસાના ડીપ વિસ્તારના રામાપીર મંદીરમાં અલગ રીતે થાય છે આરતી
- મંદિરમાં ઘંટ નહી પરંતુ પથ્થર વગાડી આરતી
મોડાસાના ડીપ વિસ્તારના એક મંદિરમાં પથ્થરના રણકારથી થાય છે આરતી
મોડાસાના ડીપ વિસ્તારમાં આવેલા રામાપીર મંદિરમાં અલગ જ રીતે આરતી કરવામાં આવે છે. સામાન્ય રીતે મંદિરમાં આરતીના સમયે ઘંટ વગાડવામાં આવે છે પરંતુ આ મંદિરમાં પથ્થરના રણકારથી આરતી કરવામાં આવે છે. મંદિરમાં પથ્થરના રણકારના સુર બેલ કરતાં મધુર લાગતા આરતીના સમયે શ્રદ્વાળુઓ ભગવાનના દર્શન કરવા પહોંચી જાય છે.
પથ્થરના રણકારથી થાય છે આરતી
અરવલ્લી: મોડાસા નગરમાં રામાપીર મંદિરમાં આરતી સમયે મંદિરમાં ઘંટ નહીં પરંતુ પથ્થર વગડવામાં આવે છે. આ પથ્થર સાપને રેસ્ક્યૂ કરતા એક એન.જી.ઓના સભ્યને જંગલમાંથી મળી આવ્યો હતો. ત્યારથી મંદિરમાં ઘંટ નહી પરંતુ પથ્થર વગાડી આરતી કરવામાં આવે છે.