ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટીનો દિલ્હી વિજયઃ મોડાસામાં આપ કાર્યકર્તાઓએ મનાવ્યો જીતનો જશ્ન

દિલ્હીમાં આમ આદમી પાર્ટી વિજય થતા મોડાસા આપના કાર્યકર્તાઓએ વિજયોત્સવની મનાવ્યો. આપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મિઠાઈ ખવડાવી જીતની ઉજવણી કરી હતી.

Aam Aadmi Party's victory In Delhi, workers celebrated in Modasa
મોડાસામાં આપ કાર્યકર્તાઓએ મનાવ્યો જીતનો જશ્ન

By

Published : Feb 12, 2020, 6:37 AM IST

અરવલ્લીઃ દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતથી વિજય મેળવતા દેશભરમાં આપના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર છવાઈ છે. અરવલ્લી જિલ્લાના આમ આદમી પાર્ટી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મોડાસા શહેર સહિત તાલુકા મથકો ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોં-મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો.

મોડાસા શહેરમાં ચાર રસ્તા ખાતે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડી. બી. ડામોર , ઉપપ્રમુખ ઉસ્માન લાલા, પોપટભાઈ બારીયા, મહામંત્રી ભરત ઠાકોર, સહિત મોડાસા તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો. મેઘરજ અને ભિલોડામાં પણ આમ આદમીના કાર્યકરોએ ફટાકડા ફોડી મોં-મીઠું કરાવી જીતનો જશ્ન મનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details