ગુજરાત

gujarat

ETV Bharat / state

આમ આદમી પાર્ટીની અરવલ્લીમાં એન્ટ્રી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત હવે ટુંક સમયે થશે તેવી આશંકાઓ વચ્ચે રાજકીય પક્ષો હવે એક્શન મોડમાં આવી ગયા છે.અરવલ્લી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ ટીકીટ વહેંચણીની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે ત્યારે બી.ટી.પી બાદ હવે આમ આદમીએ પણ બુધવાર ના રોજ કાર્યલય શરૂ કર્યુ છે. જિલ્લામાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી હતી ત્યારે બીટીપીના અને આમ આદમી પાર્ટીના આગમન થી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે .

આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી

By

Published : Jan 7, 2021, 10:21 AM IST

Updated : Jan 7, 2021, 10:31 AM IST

  • આમ આદમી પાર્ટીએ કરી અરવલ્લીમાં એન્ટ્રી
  • પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા
  • અરવલ્લી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ ટીકીટ વહેંચણીની પ્રક્રિયાનો પ્રારંભ
    આમ આદમી પાર્ટીની અરવલ્લીમાં એન્ટ્રી


અરવલ્લી :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત ગમે તે ઘડીએ થઇ શેક છે. જેને લઈ રાજકીય પક્ષો સક્રીય થયા છે. ત્યારે અરવલ્લીના મોડાસા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યલયનું ઉદઘાટન પાર્ટીના પ્રદેશ ઉપ પ્રમુખ ભેમાભાઈ ચૌધરી કર્યુ હતું. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જોકે હવે આમ આદમી પાર્ટી અને બી.ટી.પીએ જંપલાવતા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં જ્ઞાતિ આધારિત સમીકરણો ચોકક્સ થી બદલાશે તેવુ લાગી રહ્યુ છે. આવનાર મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ એવા લઘુમતિ વિસ્તારમાં મતોનું વિભાજન થશે. તો વળી પક્ષ કરતા વ્યક્તિગત વર્ચસ્વ પર જીત નો દારોમદાર રેહશે.

આમ આદમી પાર્ટીએ કરી અરવલ્લીમાં એન્ટ્રી
આપ જિલ્લા પંચાયત, તાલૂકા પંચાયત અને નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખશે

આમ આદમી પાર્ટી ગુજરાતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તથા નગરપાલિકાઓની તમામ બેઠકો ઉપર ચૂંટણી લડવા જઇ રહી છે. જેમાં અરવલ્લી જિલ્લાની જિલ્લા પંચાયત તથા તાલૂકા પંચાયત નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખી ભાજપ અને કોંગ્રેસની સામે વિકલ્પ પૂરો પાડવા કમર કસી છે.આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લાના કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, મનહરદાન ગઢવી, અરવલ્લી જિલ્લા પ્રમુખ ડી.બી ડામોર , ઉપપ્રમુખ ઉસ્માન લાલા, પોપટભાઈ બારીયા, મહિલા મોરચાના પ્રમુખ હંસાબેન પાટીલ તેમજ અરવલ્લી જિલ્લાના 6 તાલૂકા પ્રમુખો તથા અન્ય હોદ્દેદારો તથા જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Last Updated : Jan 7, 2021, 10:31 AM IST

ABOUT THE AUTHOR

...view details