ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાના નવા 6 કેસ નોંધાતાં કુલ આંક 721 પર પહોંચ્યો - Corona Positive cases

અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ ચાર કોવિડ પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓના આંક 721 પર પહોંચ્યો છે. જે પૈકી 609 દર્દીઓએ કોરોનાને માત આપતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ Covid-19ના 34 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

અરવલ્લીમાં કોરોનાના નવા 6 કેસ નોંધાતાં કુલ આંક 721 પર પહોંચ્યો
અરવલ્લીમાં કોરોનાના નવા 6 કેસ નોંધાતાં કુલ આંક 721 પર પહોંચ્યો

By

Published : Dec 5, 2020, 2:05 PM IST

  • અરવલ્લીમાં પણ વધી રહ્યો છે કોરોના કેસનો આંકડો
  • છેલ્લાં 24 કલાકમાં નવા 6 દર્દી મળ્યાં
  • ચાર પોઝિટિવ દર્દીઓએ સ્વસ્થ થતાં સ્વગૃહે પરત ફર્યા

    મોડાસાઃ અરવલ્લીમાં વધુ 06 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક 721 પર પહોંચ્યો છે. શુક્રવારના રોજ જિલ્લાના મોડાસાનગરમાં 02 અને ભિલોડા તાલુકાના 04 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે સાર્વજનિક હોસ્પિટલમાં મોડાસામાંથી 03 અને અમદાવાદ હોસ્પિટલમાંથી 01 પોઝીટીવ દર્દીઓ કોરોના સામે જંગ જીતી જતાં તેઓને રજા આપવામાં આવેલ છે.
    અરવલ્લીમાં કોરોનાના નવા 6 કેસ નોંધાતાં કુલ આંક 721 પર પહોંચ્યો


  • જિલ્લા તેમ જ જિલ્લા બહારની હોસ્પિટલમાં 34 દર્દીઓ સારવાર હેઠળ

    હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-23, વાત્રક જનરલ હોસ્પિટલમાં-05 અમદાવાદ હોસ્પિટલમાં-03, સિવિલ હોસ્પિટલ હિમતનગર-02 તેમ જ હોમ આઇસોલેશન-01 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

    હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે.પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની 68 ટીમો દ્વારા કુલ-1464 ઘરોની કુલ-6694 વસતીનું હાઉસ ટુ હાઉસ સર્વે કામગીરી કરવામાં આવી છે. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલ 229 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટીન કરવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details