ફિટ ઈન્ડિયાના સુત્રને સાર્થક કરવા અને શરીરની સ્વસ્થતા જાળવવા સવારમાં ચાલવું કે સામાન્ય દોડ કરવી આવશ્યક છે. પરંતુ, તેની સાથે જો આ ચાલવા કે દોડવાના રસ્તામાં આજુ-બાજુ નકામો કચરો કે ખાસ કરીને પ્લાસ્ટિકનો કચરો દેખાય તો તેને ઉપાડી લઇને ભેગો કરતાં જવું અને કચરાપેટીમાં નાખવો એ રીતે પર્યાવરણની તંદુરસ્તીને પણ જાળવવી એનું નામ જ પ્લોગીંગ રન કહેવામાં આવે છે.
શામળાજી ખાતે લોકસંપર્ક કાર્યક્રમ હેઠળ પ્લોગીંગ રનનું આયોજન કરાયું - NSS
શામળાજીઃ કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશીક લોકસંપર્ક કાર્યાલય દ્વારા શામળાજી ખાતે તારીખ 8 નવેમ્બરથી પાંચ દિવસ લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્વચ્છતા વિશે જાગૃતી લાવામાટે લોકાર્પણ કાયક્રમ હેઠળ પ્લોગીંગ રનનું આયોજન કરલામાં આવ્યું હતું.
શામળાજી
આવી જ પ્લોગીંગ રનનું આયોજન શામળાજી ખાતે લોકસંપર્ક કાર્યક્રમ અંતર્ગત કરાયું હતું. જેમાં પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલયના કર્મચારીઓની સાથે શામળાજીના NSS તેમજ NCCના કેડેટ્સ અને જાગૃત નાગરિકો જોડાયા હતા. શામળાજીની મુખ્ય બજારથી લઇને હાઇવે રોડ, નદી અને તેની આસપાસના વિસ્તારથી ડેમ તરફના રસ્તા સુધી આ પ્લોગીંગ રન યોજાઇ અને આ વિસ્તારોમાંથી પ્લાસ્ટીકના કચરાને એકત્રીત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.