ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઇ - આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઇ

અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી (A meeting was held with political partie)ખાતે રાજકીય પક્ષોની આદર્શ આચાર સંહિતા તથા ખર્ચ અંગે બેઠક મળી હતી. (gujarat election 2022 )

અરવલ્લીમાં પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઇ
અરવલ્લીમાં પક્ષો સાથે આદર્શ આચાર સંહિતા ખર્ચ સંદર્ભે બેઠક યોજાઇ

By

Published : Nov 6, 2022, 10:07 AM IST

મોડાસા(અરવલ્લી): અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે રાજકીય પક્ષોની(A meeting was held with political partie) આદર્શ આચાર સંહિતા તથા ખર્ચ અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે અને આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ 10/11/2022 ગુરુવાર છે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 17/11/2022 છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 18/11/2022 છે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ 21/11/2022 છે. મતદાનની તારીખ 5/12/2022 અને મત ગણતરીની તારીખ 8/12/2022 છે."

સહકાર આપવાનો રહેશે:(arvalli)તેમણે આગળ જણાવ્યુ હતુ કે, "અવલ્લીમાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાશે. જિલ્લામાં ચૂંટણી પારદર્શક મુક્ત અને ન્યાય પ્રક્રિયામાં યોજાય તે અંગે ચૂંટણીના તમામ તબક્કે રાજકીય પક્ષોની હાજરી અપેક્ષિત અને અનિવાર્ય છે. સ્ટ્રોંગ રૂમ ખોલવા, ઇ.વી.એમ. રેન્ડમાઈઝેશન જેવી બાબતોમાં અધિકૃત પ્રતિનિધિઓને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાનું રહેશે અને સૌએ સહકાર આપવાનો રહેશે. ચૂંટણી તંત્રની ગાઈડલાઈન મુજબ લોકશાહી ઢબે કામગીરી કરવામાં આવશે. ખર્ચની બાબત, કાયદો વ્યવસ્થા અને જિલ્લા વહીવટીતંત્ર પાસે આર.ઓ પાસેથી ચૂંટણીલક્ષી મંજૂરી મેળવવાની પ્રક્રિયા માટે સિંગલ વિન્ડો તેમજ દરેક વિધાનસભાના ચૂંટણી અધિકારીઓની ઓફિસમાં જરૂરી મંજૂરી આપવા માટેની અધિકારી-કર્મચારીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવશે."

વાહન પરમિશન:આગળ તેમણે જણાવ્યુ હતુ કે "જિલ્લામાં બેનર પોસ્ટર હોડિંગ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈ પ્રાઇવેટ સોસાયટી કે મકાન પર હોડિંગ બેનર્સ પોસ્ટર લગાવતા પહેલા માલિકની સંમતિ અને પરવાનગી લેવાની રહેશે અને પરમિશન કોપી જે તે આર.ઓ.ને મોકલવાની રહેશે. જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે વાહન પરમિશન જેવી પરમિશન લેવાની રહેશે અને 6 થી 10 વાગ્યાના સમય પછી ક્લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં અને ઉમેદવારી ફોર્મ ભરતી વખતે પાંચ જ વ્યક્તિઓ જઈ શકશે, ત્રણ વાહનો કમ્પાઉન્ડમાં જઈ શકશે."

ખર્ચના હિસાબો:ખર્ચના નોડેલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ દ્વારા આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, "કોઈપણ ઉમેદવાર વિધાનસભાની અંદર 40 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારો જ્યારે ઉમેદવારી પત્રો ભરે તેના આગલા દિવસે બેંકમાં પોતાના નામનું અલગ ખાતું ખોલાવવાનું રહેશે. એરેસ્ટેડ કોપી સાથે એકલું સિંગલ ખાતું અથવા ચૂંટણી એજન્ટ જોઈન્ટ ખાતું ખોલાવવાનું રહેશે. ચૂંટણી અંગેનું અલગ તેમાં નાણાકીય વ્યવહાર કરી શકાશે અને દરેક ઉમેદવારોએ ખર્ચના હિસાબો રજૂ કરવાના રહેશે. ખર્ચનું રજીસ્ટર નિભાવવાનું રહેશે અને ચૂંટણી અધિકારી ચકાસણી અર્થે બોલાવે ત્યારે આવવાનું રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસમાં સંપૂર્ણ હિસાબો રજૂ કરવાના રહેશે. આવું નહીં કરનાર સામે આઇ.પી.સી કલમ હેઠળ એફ.આઈ.આર પણ થઈ શકે છે અને 3 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની પણ જોગવાઈ છે.(gujarat election 2022 )

હિસાબોનું ચેકિંગ:પ્રસાર-પ્રચારનો ખર્ચ ઉમેદવારે રજીસ્ટરમાં લખવાનું રહેશે. દસ હજાર ઉપરનો રોકડનો ખર્ચ કરવાનો નથી. સ્ટાર પ્રચારક દ્વારા ઉમેદવારને મત આપવા માટેની અપીલ કરશે તો ઉમેદવારના ખાતામાં ખર્ચ ગણવાનો રહેશે. ઉમેદવાર હેલિકોપ્ટર કે પ્રચારકની ગાડીઓમાં બેસે તો 50% ખર્ચ ઉમેદવારના ખાતામાં ઉધારવાનો રહેશે. રેલીમાં ખાનગી વાહન ધ્વજ,પોસ્ટર્સનો ખર્ચ ગણવાનો રહેશે. ૫૦ હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવશે. કોઈ કિંમતી મોટી ભેટ આપે તો પણ જપ્ત થશે. ખર્ચ અંગે (ભાગ-ક) રોજે રોજના ખર્ચનું રજીસ્ટર, (ભાગ-ખ) રોકડ વ્યવહાર અને (ભાગ-ગ) બેંક મારફત ટ્રાન્જેક્શન ની વિગતો ઉમેદવારોએ અથવા એજન્ટે ભરવાની રહેશે અને જ્યારે પણ ચૂંટણી તંત્ર દ્વારા કહેવામાં આવે ત્યારે 3 વાર આ રજીસ્ટર અને હિસાબોનું ચેકિંગ કરવામાં આવશે અને જે એજન્ટની નિમણૂક કરો છો તેની અપ્રુવલ જે તે આર.ઓ. પાસેથી મેળવવાની રહેશે.

પ્રી સર્ટિફિકેટ:બેઠકમાં જણાવવામાં આવ્યું કે, કોઈ પણ ન્યુઝ ચેનલમાં કોઈ પણ પ્રકારની જાહેરખબર આપતા પહેલા તે માટે આપે MCMC કમિટી પાસે પ્રી સર્ટિફિકેટ મેળવવાનું રહેશે. જે માટે જાહેરખબર આપવા માગતા ઉમેદવારે યોગ્ય ફોર્મ ભરી જિલ્લા માહિતી કચેરી ખાતે પહોચાડવાનું રહેશે. જેનું અપ્રુવલ મળ્યા બાદ જ આપ જાહેરખબર આપી શકશો.

એસ.ઓ.પી. મુજબ ચર્ચા:આ બેઠકમાં આદર્શ આચાર સંહિતા અને ખર્ચ અંગેની બાબતોની રાજકીય પક્ષોની ઉપસ્થિતિમાં વિસ્તૃત સમજ આપવામાં આવી હતી અને ચૂંટણી સંદર્ભે જરૂરી મંજૂરી માર્ગદર્શન અને તકેદારી રાખવાની બાબતો અંગે બેઠકમાં માન્ય પક્ષો સાથે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, સી.પી.એમ પાર્ટીના પ્રતિનિધિઓ તથા જિલ્લા વિકાસ અધિકારી કમલ શાહ, નાયબ ચૂંટણી અધિકારી સાગર મોવલિયા સહિત ચૂંટણી સંબંધિત અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચૂંટણી એસ.ઓ.પી. મુજબ ચર્ચા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details