અરવલ્લીરાજસ્થાન સહીત અરવલ્લી જિલ્લામાં મેઘરાજા( Rainfall in Aravalli)અનારધાર વરસી રહ્યા છે. જેના પગલે અરવલ્લીના મોટા(Rain in Gujarat ) ભાગના જળાશયો છલોછલ થયા છે. મેશ્વો ડેમની (Shamlaj Meshwo Dam )સપાટી વધતા પાણી છોડવામાં આવતા શામળાજી રેફરેલ હોસ્પિટલ નજીક આવેલો બ્રિજ ધોવાયો હતો.
શામળાજી પાસે પુલ ધોવાયો, 40થી વધુ ગામના લોકોને અવરજવરમાં હાલાકી - Shamlaj Meshwo Dam
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોટા ભાગના જળાશયો છલોછલ થયા છે. મેશ્વો ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવ્યું હતું. પાણીના પ્રવાહના લીધે શામળાજી રેફરેલ હોસ્પિટલ નજીક આવેલો બ્રિજ ધોવાયો હતો. પાણીના ભારે પ્રવાહ સામે ટકી ન શક્યો અને આખરે મોટુ ગાબડુ પડ્યુ હતું. Shamlaj Meshwo Dam, Rainfall in Aravalli, Rain in Gujarat
કમજોર પુલ પાણીના ભારે પ્રવાહ સામે ટકી ન શક્યોઅરવલ્લી જિલ્લાના શામળાજી પાસે સિવિલ હોસ્પિટલ પાસેનો બેઠો પૂલ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. તાજેતરમાં પુષ્કળ વરસાદથી પુલ ઉપર (Rain in Gujarat)બાકોરું પડી ગયુ હતું. બુધવારે ઉપરવાસમાં પડેલ વરસાદના પગલે મેશ્વો ડેમમાં પાણીની ભરપુર આવક થતા ઓવરફલો થયો હતો. પહેલાથી કમજોર પૂલ પાણીના ભારે પ્રવાહ સામે ટકી ન શક્યો અને આખરે મોટુ ગાબડુ પડ્યુ હતું.
આ પણ વાંચોવરસાદી પાણીના નિકાલમાં તંત્રને રસ જ નથી લાગતો, ગામડાઓમાં હજી પણ નથી ઓસરી રહ્યા પાણી
જીવના જોખમે લોકો પૂલ પરથી પસાર થતાનોંધનીય છે કે આ પુલ ઉપરથી જ જુદી જુદી કુલ નવ શિક્ષણ સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ, તેમજ બેચરપુરા કોલોનીમાં રહેતા લોકો, વેપારીઓ, હોસ્પિટલના દર્દીઓ તેને લગતાં વાહનો, દેવની મોરી સાઇડના ગામડાના લોકો પ્રતિદિન પસાર થાય છે.