ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા યુજીવીસીએલના ભ્રષ્ટાચારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો - ભ્રષ્ટાચાર

યુજીવીસીએલના મોડાસા ટાઉન સબ ડિવિઝનમાં જૂનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતાં એસ.એન.પટેલને ભ્રષ્ટાચારના આરોપસર તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારી અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં અન્ય અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. નોંધનીય છે કે, આ અધિકારીએ વીજ કનેકશન આપવામાં ભ્રષ્ટાચાર કર્યો હતો.

મોડાસા યુજીવીસીએલના ભ્રષ્ટાચારી અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યો
મોડાસા યુજીવીસીએલના ભ્રષ્ટાચારી અધિકારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યો

By

Published : Dec 5, 2020, 10:22 PM IST

  • યુજીવીસીએલનો ભ્રષ્ટાચારી અધિકારી સસ્પેન્ડ કરાયો
  • યુજીવીસીએલ હેડ ઓફિસથી છૂટ્યો સસ્પેન્શન ઓર્ડર
  • મુખ્ય ઇજનેર પી બી પંડ્યાના હસ્તાક્ષર ધરાવતો સસ્પેન્શન ઓર્ડર

મોડાસા: સરકારી યોજનામાં ઝુંપડપટ્ટી માટે ફાળવાયેલ વીજ કનેકશન માલેતુજાર લોકોના ઘરોમાં આપવા બદલ યુજીવીસીએલ મોડાસાના જૂન્યર ઇજનેર એસ.એન.પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. યુજીવીસીએલની હેડ ઓફ્સ મહેસાણાથી મુખ્ય ઇજનેર પી. બી. પંડ્યાના હસ્થાક્ષરવાળા સસ્પેન્સન ઓર્ડરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, એસ.એન. પટેલે ઝૂંપડપટ્ટી માટે ફાળવાયેલ વીજ કનેકશન અયોગ્ય અરજદારોનેને ફાળવી દીધાં છે જેના પરિણામે કંપનીને મોટું નુકસાન વેઠાવાનો વારો આવ્યો છે.

મોડાસા યુજીવીસીએલના ભ્રષ્ટાચારી અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો

સસ્પેન્શનના સમયગાળામાં 50 ટકા પગાર મળશે અનેે અન્ય કોઇ ધંધો કે નોકરી નહી કરી શકે

અરવલ્લી જિલ્લાના યુજીવીસીએલના ભ્રષ્ટાચારી અધિકારી એસ.એન.પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવતાં અન્ય ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. એસ.એન.પટેલના સસ્પેન્સન ઓર્ડરમાં તાકીદ કરવામાં આવી છે કે મહેસાણા તેનું હેડ ક્વાટર રહેશે અને તે પૂર્વ પરવાનગી વિના હેડક્વાટર છોડી શકશે નહીં. સસ્પેન્શનના સમય દરમિયાન તેને 50 ટકા પગાર મળશે, પરંતુ આ સમય દરમિયાન તે કોઇ ધંધો કે નોકરી નહીં કરી શકે. જો તે સસ્પેન્સન ઓર્ડર મળ્યાં બાદ મહેસાણા હેડ ક્વાટરમાં હાજર થવામાં નિષ્ફળ જશે તો તેના સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ કૃષિ જોડાણમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની બૂમ

મોડાસા યુજીવીસીએલ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે તેવુ ચર્ચાઇ રહ્યુ છે. ગ્રામ્ય ડિવિઝનમાં પણ હજુ કેટલાય અધિકારીઓ ભ્રષ્ટાચારમાં રાચી રહ્યાં હોવાની વાત વહેતી થઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ કૃષિ જોડાણોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આદરી કેટલાય અરજદારોને નિયત સમય પહેલા કનેક્શન આપી દીધાં હોવાની બૂમ ઉઠી છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં તેવી લોક માગ છે.

ABOUT THE AUTHOR

...view details