ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાથી વધુ 1નું મોત, જિલ્લામાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો

અરવલ્લી જિલ્લામાં સોમવારની મોડી રાત્રે મોડાસા અને ભિલોડાના એક-એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા જ જિલ્લામાં મોતનો આંક 7 નોંધાયો છે. જ્યારે કોરોના પોઝિટિવના 7 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

7 deaths from corona in Aravalli
અરવલ્લીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 7 ના મૃત્યું, જ્યારે 7 દર્દીઓ સારવાર હેઠળ

By

Published : Jun 2, 2020, 10:59 PM IST

અરવલ્લી: જિલ્લામાં સોમવારની મોડી રાત્રે મોડાસા અને ભિલોડાના એક-એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા જ જિલ્લામાં મોતનો આંક 7 નોંધાયો છે. જ્યારે કોરોના પોઝિટિવના 7 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે.

આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટિવના અત્યાર સુધી 120 કેસ નોંધાયા છે, જે પૈકી 106 લોકો સ્વસ્થ થતા તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.

આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે, જ્યાં કોરોનાના કેસ નોંધાયા છે તેવા વિસ્તારમાં અન્ય લોકો સંક્રમિત ન થાય તેની તકેદારીના ભાગરૂપે નિયત્રિંત વિસ્તારમાં આરોગ્યની ટીમો દ્વારા લોકોનું ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી છે, સર્વે દરમિયાન શંકાસ્પદ જણાતા જિલ્લાના 1015 લોકોને હોમ કોરેન્ટાઇન કરાયા છે.

જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન થયેલા મોત અંગે વિગત આપતા ઉમેર્યુ હતું કે, સોમવારની મોડી રાત્રે મોડાસા અને ભિલોડાના એક-એક દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતા જ જિલ્લામાં સાત લોકોના મોત થયા છે, તેમાંથી 55થી 80 વર્ષની વય ગ્રુપના ચાર પુરૂષ અને બે મહિલા તેમજ એક 31 વર્ષીય પુરૂષનો સમાવેશ થાય છે.

મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં જિલ્લાના 7 અને અમદાવાદનો એક કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે એક કોરોનાગ્રસ્ત દર્દીને હિમંતનગર સીવીલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details