મેઘરજઃ અરવલ્લી જિલ્લાની મેઘરજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, મેઘરજ જૂના બજારમાં વખારની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. આથી પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા.
અરવલ્લીમાંથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા, 3 ફરાર - મેઘરજ પોલીસ
અરવલ્લીમાં મેઘરજ પોલીસને બાતમી મળી હતી કે, જૂના બજારમાં ખુલ્લી જગ્યાાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે ત્યાં દરોડા પાડતા 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે 3 જુગારીઓ ભાગી જવામાં સફળ થયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રૂ. 30 હજારથી વધુ રોકડ રકમ કબજે કરી હતી.
પોલીસે અહીં પહોંચીને જુગાર રમતા ઈકબાલ અહેમદભાઈ મેઘરજિયા, મુસ્તફા ગુલામહુસેન ભાયલા, ભીખા ઉર્ફે બેરો અબ્દુલભાઈ બાકરોલિયા, સલ્લાઉદ્દીન ઉર્ફે ટાર્ઝન ઈશાકભાઈ બાકરોલિયા, ઈકબાલ ઉર્ફે ટીનો મહમ્મદભાઈ ચડી, મુસ્તફા ઉર્ફે મસ્તાન ગુલામભાઈ પટેલ, ફિરોઝ ઉર્ફે મુર્ગી દાઉદભાઈ કુશકીવાલાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ રૂ. 30290, 4 નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 52,290નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અચાનક પાડેલા દરોડાના કારણે 7 આરોપી ઝડપાઈ ચૂક્યા હતા, પરંતુ તક જોઈને 3 આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે દરોડા પાડ્યા તે દરમિયાન ત્રણ આરોપીઓ મુસ્તફા ઉર્ફે બિલ્લી યુનુસભાઈ મેઘરજિયા, સલાઉદ્દીન ઉર્ફે ડેલો ગુલામહુસેન બાકરોલિયા અને મુસ્તફા ઉર્ફે ઓતો ઈસ્માઈલભાઈ ડાયા ભાગી ગયા હતા. આ અંગે પોલીસે આરોપીઓને શોધી કાઢવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.