અરવલ્લી જિલ્લામાં 571 ઔદ્યોગિક એકમો ધમધમતા થયા - અનલોક 1
અરવલ્લી જિલ્લામાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અન્વયે કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલા વિસ્તારની બહાર ઔદ્યોગિક એકમો કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસાની GIDC તેમજ અન્ય તાલુકાઓના મળી 571 ઔદ્યોગિક એકમો અનલોક-1ના આરંભ સાથે ધમધમતા થયા છે.
અરવલ્લી જિલ્લામાં 571 ઔધોગિક એકમો ધમધમતા થયા
અરવલ્લી: કોરોના વાઇરસના પગલે લોકડાઉન થયું જેના પરિણામે પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન તરફ પલાયન થયા હતા. જેથી રાજ્યના તમામ જિલ્લાઓમાં ઔદ્યોગિક એકમોમાં શ્રમિકો મળવાની શક્યતા નહીંવત હતી. દેશમાં અને રાજ્યમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝમાં શ્રમિકોની અછત વર્તાઇ રહી છે. જોકે, અરવલ્લી જિલ્લામાં સ્થાનિક વિસ્તારના શ્રમિકો સાથે ઉદ્યોગો ધમધમતા થયા છે. જેથી ઉત્પાદનમાં કોઇ અસર જોવા મળી નથી.