અરવલ્લી: ગુજરાતમાં લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ અને ઝાપટા પડી રહ્યાં છે. જો કે, ભિલોડા પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
ભિલોડામાં 4 ઇંચ વરસાદ, નીંચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી - ભિલોડા વરસાદ
અરવલ્લી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ઝરમર વરસાદ અને ઝાપટા પડી રહ્યાં છે. જો કે, ભિલોડા પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા નદી નાળા છલકાયા હતા અને નગરનાના રસ્તા પર નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. ભિલોડાના નીચાણવાળા વિસ્તારો ચંદ્રપુરી સોસાયટી અને ગોવિંદનગરમાં આવેલા રહેણાંકના મકાનોમાં પાણી ઘુસી ગયા હતા. ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરીને પણ નુકશાન થયુ હતું.
બીજી બાજુ ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. નોંધનીય છે કે, હવામાન વિભાગની આગાહી છતાં ભિલોડા સિવાયના અરવલ્લીના અન્ય તાલુકાઓમાં નહીવત વરસાદ થયો છે.