મોડાસાઃ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર થંતા જ અરવલ્લી જિલ્લામાં સમગ્ર દેશના અલગ-અલગ પ્રાંતના લોકો આશ્રિત બન્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ચોથા તબક્કકામાં શેલ્ટર હાઉસમાં રોકયેલા પરપ્રાંતિયોને વતનમાં જવાની છૂટ આપતા અરવલ્લી જિલ્લામાં આશ્રિત બનેલા 35 આસામવાસીઓને વતન પરત મોકલાયા હતા.
અરવલ્લીમાં આશ્રિત બનેલા આસામના 35 શ્રમિકોને વતન રવાના કરાયા
લોકડાઉન દરમિયાન અરવલ્લી જિલ્લામાં આશ્રિત બનેલા 35 આસામવાસીઓને તેમના વતન પરત રવાના કરવામાં આવ્યાં હતાંં.
Bus
આસમ રાજયના 35 લોકો અરવલ્લી જિલ્લામાં ધંધાર્થે રોકાયેલા હતાં. આ પરપ્રાંતિયો પોતાના વતનમાં જવાની ઇચ્છા દર્શાવતા શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની સુવિધા મારફતે તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે તેમને ફૂડ પેકૅટ, પાણી સહિત તમામ સુવિધાઓ સાથે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે બસ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા.