મોડાસા: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા 317 દર્દીઓ ડિસર્ચાજ થયા છે.
અરવલ્લી કોરોના અપડેટ: જિલ્લામાં વધુ 3 કેસ નોંધાયા, કુલ કેસ 400 - covid 19 letest news
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના મહામારીના કારણે રાજ્યમાં હજારો લોકોના મોત થયા છે. અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 400ને પાર પહોંચી છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ નોંધાયો છે. જેમાં મોડાસા તાલુકાના 2 તેમજ ધનસુરા તાલુકાનો 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 400એ પહોંચી છે. અરવલ્લી જિલ્લામાં હવે ગામડાઓમાંથી કોરોનાના કેસ નોંધાઇ રહ્યાં છે.
પોઝિટિવ કેસ જાહેર થતા જિલ્લામાં સંક્રમણનું જોખમ અટકાવવા વિસ્તારમાં આરોગ્યની 38 ટીમો દ્વારા 990 ઘરોના 4545 લોકોનું ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી હતી .પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 409 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.