મોડાસા રૂરલ પોલીસ દ્વારાકલમ-379, 114ના ગુન્હામાં ઝડપાયેલા રાજુ હીરો કાલબેલિયા અને મુકેશ મોંગી જોગી નામના આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા બંને આરોપીઓની વધુ પૂછપરછ માટે રૂરલ પોલીસે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારના 2:30 કલાકથી 8 કલાક દરમિયાન આરોપીઓ જેલની અંદર આવોલા શૌચાલયની જાળીના સળિયા તોડીને ફરાર થઈ ગયા હતા.
પોલીસ તંત્ર સંપૂર્ણ ઊંઘમાં, લોકઅપમાંથી બે આરોપી ફરાર - fugitive
અરવલ્લી: જિલ્લામાં ચોરીના કેસમાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે આ આરોપીઓ પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી જ ફરાર થયા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
જોકે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, રાત્રિ દરમિયાન ફરજ પરના અધિકારીઓને ગંધ સુધ્ધા પણ આવી નહીં. આ એક આશ્ચર્યપમાડે તેવી બાબત છે. ત્યારે અહીં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું મારવાનો વારો આવ્યા જેવું થયું છે.