ગુજરાત

gujarat

ETV Bharat / state

ઉજ્જૈનનાં મંદિરની જેમ બોરસદમાં શિવલિંગની થાય છે ભસ્મપૂજા

આણંદઃ ઉજ્જૈનના જ્યોતિર્લીંગ જેટલું જ મહત્વ બોરસદમાં આવેલા મહાકાલેશ્વર મહાદેવના મંદિરનું છે. ઉજ્જૈનની જેમ અહીં પણ શ્રાવણ માસમાં દર સોમવારે વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં આરતી કરાઈ છે. તેમજ ભસ્મપૂજા કરાઈ છે.

ઉજ્જૈન બાદ માત્ર બોરસદમાં શિવલિંગની કરાઈ છે ભસ્મપૂજા

By

Published : Aug 13, 2019, 5:01 AM IST

બોરસદના ઐતિહાસિક મહાકાલેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. શ્રાવણ માસ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સમગ્ર દેશમાં ઉજ્જૈન બાદ બોરસદના મહાકાલેશ્વર મહાદેવમાં જ શિવલિંગની ભસ્મપૂજા કરાઈ છે. અહીંનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે. શ્રાવણના સોમવારે વહેલી સવારે અહીં ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં નગરજનો તથા આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે.

ઉજ્જૈનનાં મંદિરની જેમ બોરસદમાં શિવલિંગની થાય છે ભસ્મપૂજા
બોરસદ શહેરના દક્ષિણ છેડે ત્રણ હજાર વર્ષ જુનું મહાકાલેશ્વર મહાદેવનું પ્રાચીન ઐતિહાસિક મંદિર આવેલું છે. દંતકથા અનુસાર હજારો વર્ષો અગાઉ મહીસાગર નદી બોરસદ પાસેથી વહેતી હતી. ધીમે-ધીમે મહીસાગર નદીના વહેણ બદલતા નદી 15 થી 20 કિલોમીટર દૂર ખસી ગઈ હતી. જેથી આ વિસ્તાર જંગલમાં ફેરવાઈ ગયો હતો. અહીંયા ગૌચરમાં ભરવાડની ગાયો ચરતી હતી તે સમયે એક કામધેનુ ગાય હાલમાં જ્યાં બાણ છે .તે ટેકરી પર ચરવા જતી ત્યારે એક ચોક્કસ જગ્યાએ ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળતું. થોડા દિવસો સુધી ગાયે દૂધ નહીં આપતા ભરવાડ મૂંઝવણમાં મુકાયો. તેણે આ ગાય પર નજર રાખવાનું શરુ કર્યુ, ભરવાડને શંકા હતી કે ગાયનું દૂધ કોઈ ચોરી જાય છે. આ શંકાને દૂર કરવા ભરવાડએ બીજા દિવસે ગાયની તપાસ કરતા તેને ચોક્કસ જગ્યાએ ઉભી રહેતા જોઈ અને ગાયના આંચળમાંથી દૂધની સ્વયંભૂ ધાર નિકળતા જોઈ, જેથી ભરવાડને આશ્ચર્ય લાગ્યું હતુ.
ઉજ્જૈનનાં મંદિરની જેમ બોરસદમાં શિવલિંગની થાય છે ભસ્મપૂજા

આ અંગે ગ્રામજનોને જણાવતા સમગ્ર વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ. ત્યારબાદ જે સ્થળે ગાયને દૂધની ધાર કરતી હતી. ત્યાં ગ્રામજનો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું. થોડા ઊંડાણ સુધી ખોદકામ કરતા એક બાણ મળી આવ્યું. ગ્રામજનો તે બાણની પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા.

ઉજ્જૈનનાં મંદિરની જેમ બોરસદમાં શિવલિંગની થાય છે ભસ્મપૂજા

ત્યારબાદ 500 વર્ષ અગાઉ બોરસદ પર ખંડેરાવ ગાયકવાડની સત્તા આવી. ખંડેરાવ ગાયકવાડે સ્વયંભૂ બાણને તેના મૂળ સ્થાનેથી ખસેડવાનો વિચાર પડતો મુકી બાણની જગ્યાએ જ મંદિર નિર્માણ કાર્ય શરૂ કર્યું. આજે જે જગ્યાએ નવું મંદિર નિર્માણ પામ્યું છે. આ સ્થળે તેમણે અન્ય બાણ ની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર ગાયકવાડ દ્વારા ખૂબ જ શ્રધ્ધાથી બનાવાયું હતું. જેથી એનું નામ ભવનાથ મહાદેવ પ્રચલિત બન્યુ હતું. અહીં 108 દીવાની અંદાજે 20 ફૂટ ઊંચી રામદેવજી આવેલી છે. તેમજ શુભપ્રસંગોએ 108 દીવા પ્રગટાવાઈ છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યા મુજબ ઓમ નમઃ સિવાયના પાંચ હજાર જપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ સ્વયંભૂ પ્રગટેલ મહાકાલેશ્વરના બાણ ના દર્શન કરવાથી થાય છે.

ઉજ્જૈન બાદ માત્ર બોરસદમાં શિવલિંગની કરાઈ છે ભસ્મપૂજા
બોરસદના મહાકાલેશ્વર મહાદેવનો મહિમા એટલો બધો છે કે, ભારતમાં આવેલ બાર જ્યોતિર્લિંગ પૈકી ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લીંગના દર્શન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય મહાકાલેશ્વર મહાદેવના દર્શનથી પ્રાપ્ત થાય છે. અહીયા શિવજીની પ્રતિમા પણ આવેલી છે શિવરાત્રીએ શિવજીની શાહી સવારી પણ નગરમાં કઢાઈ છે. આ મંદિરની સેવા પૂજા વર્ષોથી ગંગાબેનનાં વંશજો કરતા આવ્યા છે. દર શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે તેમજ ભક્તોની ભારે ભીડ જામે છે. જેથી સંપૂર્ણ પરિષદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠે છે.

ABOUT THE AUTHOR

...view details