આણંદઃ પેટલાદ તાલુકામાં આવેલી સરકારી અનાજના ગોડાઉનમાં ફરજ બજાવતાં વનિતા રાઠોડ જેઓ વ્યવસાયે ગુજરાત સરકારમાં ગોડાઉન મેનેજર તરીકે સેવા આપી રહ્યાં છે. તેમને એક પાંચ વર્ષની દીકરી અને હાલમાં જન્મેલ 10 દિવસનું નવજાત બાળક છે. કોરોના સામેના જંગમાં જ્યારે દેશમાં લોકડાઉન છે. તે દરમિયાન ગરીબો સુધી સરકારી અનાજ પહોંચાડવાની સરકારે જાહેરાત કરી હતી ત્યારે વનિતાબહેને નવ માસનો ગર્ભ હોવા છતાં દેશની સેવા માટે મળેલી રજા રદ કરાવી કર્મનિષ્ઠાના દર્શન કરાવ્યાં હતાં. સાથે જ આવી પરિસ્થિતિમાં પણ તેમણે નિયમિત ફરજ પર હાજર રહી ગરીબો સુધી તેમનું અનાજ પહોંચાડવા માટે નોંધનીય કામગીરી કરી બતાવી હતી.
સ્ત્રીના જીવનનું ઉત્તમ પાત્ર એટલે ‘મા’, જાણો આણંદની કોરોના યોદ્ધા માનું માતૃત્વ અને કર્તવ્યનિષ્ઠા - lock down
10 મેે, રવિવારને મધર્સ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે. આજે આપણે એવી જ એક મા વિશે જાણીશું કે જે દેશમાં ચાલી રહેલા વર્તમાન કોરોના પ્રકોપ વચ્ચે તેની કર્મનિષ્ઠા અને માતૃત્વ અને એવી સરસ રીતે નિભાવી રહી છે કે જેને જોઈ ‘મા તે મા બીજા બધા વગડાના વા’ તે ઉક્તિ સાકાર થતી માલૂમ પડે છે.
સ્ત્રીના જીવનનું ઉત્તમ પાત્ર એટલે માઃ જાણો આણંદની કોરોના યોદ્ધા માનું માતૃત્વ અને કર્તવ્યનિષ્ઠા
દેશમાં ચાલી રહેલા વર્તમાન કોરોના પ્રકોપ વચ્ચે પણ માનસિક મનોબળ અને મજબૂત ઇરાદાઓનું ઉત્તમ ઉદાહરણ આપનાર વનિતાબહેન જેવા કર્મચારીઓ ઘેર મા તરીકે બાળકોની સારસંભાળ પણ રાખી રહ્યાં છે અને સંકટના સમયે દેશમાં આવી પડેલી આપત્તિમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી દેશની પણ સેવા કરી રહ્યાં છે.
Last Updated : May 10, 2020, 9:54 AM IST