ફૂડ એન્ડ ટેકનોલોજી વિભાગ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ખાતે યોજાયેલ બે દિવસીય કાર્યક્રમમાં દેશમાંથી 23 કોલેજના 650 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ સાથે જ વિશ્વ ખાદ્ય દિનની ઉજવણીમાં ફૂડ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા આ દિવસની ઉજવણી નિમિતે માનવ શરીર માટે શુદ્ધ અને સાત્વિક ખોરાકના પર્યાપ્ત સ્ત્રોત ઉભા કરવા તથા તેને લગતી સમસ્યાઓના નિરાકરણ માટે તજજ્ઞો દ્વારા મનોમંથન કરી અન્નનો બગાડ અટકાવવા અને ગુણવત્તા સભર ખોરાક તરફ વ્યક્તિઓમાં જાગૃતતા લાવવાના પ્રશ્નો માટે સમાધાન અર્થે વિચારણાઓ કરવામાં આવી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજન કરવામાં આવેલ આ બે દિવસીય એડ્રોઇડ 19 કાર્યક્રમમાં ફ્રુટ પ્રોસેસિંગ અને ટેકનોલોજી વિષય પર નવા ખાદ્ય પદાર્થની રચના, ખાદ્ય પદાર્થોની જાહેરાત બનાવી, બનેલ પદાર્થોનું માર્કેટિંગ કરવું અને આ ક્વિઝ કોમ્પિટિશન, તથા નવી ફૂડ પ્રોડક્શન ટેકનિક વિકસાવી વગેરે વિષયો પર બાળકોને વિવિધ સ્પર્ધાઓ દ્વારા પોતાના પ્રોજેક્ટ રજૂ કરીને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગીદાર બન્યા હતા.