ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં કોંગ્રેસના પતન અંગે ધારાસભ્ય ગોવિંદ પરમારે શું કહ્યું? જુઓ... - ધારાસભ્ય ગોવિંદ પરમાર

દેશના રાજકારણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર ચરોતર પંથક અને તેમાં પણ આણંદ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આણંદ જિલ્લામાંથી અનેક કોંગી કાર્યકરો પ્રદેશ અને પક્ષનું સુકાન સંભાળી ચૂક્યા છે માધવસિંહ સોલંકી હોય કે ભરતસિંહ સોલંકી, સરદાર વલ્લભભાઈ પટેલ કે ભાઈકાકા પટેલ, એચ. એમ. પટેલ, હોય કે ત્રિભુવનદાસ પટેલ આ તમામ નેતાઓ આણંદ જિલ્લામાંથી રાષ્ટ્રીય સેવા માટે આગળ આવ્યા અને બહોળી લોકચાહના સાથે ખૂબ જ નોંધનીય કામગીરી કરી બતાવી છે.

sa
sa

By

Published : Jan 29, 2021, 1:19 PM IST

  • વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહેલું આણંદમાં કોંગ્રેસને જીતવાના ફાંફા
  • કોંગ્રેસમાં નેતૃત્તવ કરી શકે તેવો નેતા જ નથીઃ ગોવિંદ પરમાર
  • ગોવિંદ પરમાર વર્ષ 2010માં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા


આણંદઃ ઉલ્લેખનીય છે કે, ચાર વખત ગુજરાતનું મુખ્ય પ્રધાન પદ સંભાળી ચૂકેલા અને ખામ થિયરી માટે જાણીતી માધવસિંહ સોલંકી તથા તેમના પુત્ર કેન્દ્રિય પ્રધાન રહી ચૂકેલા ભરતસિંહ સોલંકી સાથે વર્તમાન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આણંદ જિલ્લામાંથી જ આવે છે. કોંગ્રેસને આટલા દિગ્ગજ નેતાઓ આપ્યા હોવા છતાં પણ આણંદ જિલ્લામાં કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવી રાખવામાં પક્ષ નિઃસહાય માલૂમ પડી રહ્યો છે. જિલ્લામાં કોંગ્રેસની આટલી નબળી પરિસ્થિતિ બાબતે ETV Bharat દ્વારા વર્ષ 2010માં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કરનાર અને હાલમાં ભાજપના મેન્ડેટ પરથી ઉમરેઠ વિધાનસભા બેઠકમાં વિજય મેળવનારા ધારાસભ્ય ગોવિંદ પરમાર સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

31 જાન્યુઆરીએ મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાની શક્યતા

ધારાસભ્ય ગોવિંદ પરમારના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લામાં કોંગ્રેસમાંથી ઘણો મોટો વર્ગ ભાજપમાં જોડાઈને તેની વિચારધારા અને કામ કરવાની પ્રણાલીથી આકર્ષિત બની પક્ષ પલટો કરી રહ્યા છે. કોંગ્રેસ પક્ષમાંથી હજુ આગામી દિવસોમાં ઘણો મોટો કાર્યકરોનો વર્ગ 31 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ધારણ કરવાની સંભાવનાઓની પણ તેમણે જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ અને તેમાં પણ નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ અને રાષ્ટ્રહિત અને હિન્દુત્વના મુદ્દાઓ પણ અત્યારે કોંગ્રેસના કાર્યકરોને આકર્ષિત કરી રહી છે. એટલે કોંગ્રેસનો હાથ છોડી ભગવો ધારણ કરવા પ્રેરિત કરતો હોવાની પણ જાણકારી ગોવિંદભાઈ પરમારે આપી હતી. અને આગામી દિવસોમાં આણંદ જિલ્લામાં કોંગ્રેસમાં મોટા ગાબડાં પડશે અને ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બનશે તેવો તેમને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આણંદમાં કોંગ્રેસના પતન અંગે ધારાસભ્ય ગોવિંદ પરમારે શું કહ્યું
આણંદમાં કોંગ્રેસ માટે પોતાની શાખ બચાવવી સૌથી અઘરી બની

આણંદ જિલ્લામાંથી અગાઉ પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કરનાર અને કોંગી કાર્યકરો અને આગેવાનોના દાખલાઓ જિલ્લામાં જોવા મળે છે, જેમાં પૂર્વ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ વિનુ ઠાકોર, કોંગ્રેસ લીગલ સેલા પ્રમુખ મનોહરસિંહ પરમાર, કોંગ્રેસના યુવા કાઉન્સિલર કેતન બારોટ જેવા અનેક દાખલા કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં ભગવાન રંગાયેલા નજરે પડી રહ્યા છે ત્યારે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો આણંદ જિલ્લો હવે કોંગ્રેસમાં પડેલા આ ગાબડાં કેવી રીતે પૂરે છે તેની મથામણમાં છે. અને આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે તેવામાં કોંગ્રેસ કેવી રીતે તેનો ગઢ સાચવે છે?

બાઘી કોંગ્રેસી કાર્યકર્તાઓ કોંગ્રેસને સત્તામાં આવવા વિઘ્નો ઊભા કરે છે

કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા બાઘી કાર્યકરો કોંગ્રેસ પક્ષને સત્તામાં આવવામાં વિઘ્નો ઉભા કરે છે કે આ આગેવાનોની ખોટ પૂરી કોંગ્રેસ પાછી પ્રજાનો મત મેળવી જિલ્લામાં તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ નિવડે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details