- SP યુનિવર્સિટી દ્વારા ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ પર યોજાયો વેબીનાર
- નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકાએ મુખ્ય વિષય હતો
- VNDGUના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જોષીએ ‘શિક્ષકો માટે શિક્ષણની નવી રીતો’ વિષય પર આપ્યું
આણંદ : વલ્લભ વિદ્યાનગર, ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના IQAC દ્વારા નીતિ આયોગ, નવી દિલ્લી અને ભારતીય શિક્ષક મંડળ, નાગપુરના સહયોગથી ‘નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા’ વિષય પર વેબીનાર યોજાયો હતો. આ વેબીનારની પ્રસ્તાવના અને મહેમાનોનો પરિચય IQACના સયોજક પ્રો. એ. એચ. હાસમાણીએ આપ્યો હતો. આ વેબીનારના ઉદ્ઘાટન સત્રમાં ચાવીરૂપ વક્તવ્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગના પ્રો. પરેશ જોષીએ ‘શિક્ષકો માટે શિક્ષણની નવી રીતો’ વિષય પર આપ્યું હતું.
66 અધ્યાપકો દ્વારા 6 વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં
બીજા સત્રમાં નવી શિક્ષણ નીતિના અમલમાં શિક્ષકોની ભૂમિકા એ મુખ્ય વિષયને 6 અલગ અલગ પેટા વિષયોમાં વહેંચવામાં આવ્યાં હતાં. દરેક વિશેની ચર્ચા કરવા, એ લીડર અને તેમની સાથે 10 અધ્યાપકોની ટીમ એમ 11 અધ્યાપકોએ 1 વિષયપર ગહન ચર્ચા કરી એમ કુલ 66 અધ્યાપકો દ્વારા 6 વિષય પર પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ બધા મંતવ્યો નીતિ આયોગમાં મોકલવામાં આવ્યાં છે.