આણંદ: વાસદ પોલીસને માહિતી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક ટાટા ગાડીમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરીને વાસદથી પસાર થનારી છે. જેના આધારે પોલીસની ટીમ વાસદ ટોલનાકા પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જે દરમિયાન એક ટાટા 909 ગાડી નંબર જીજે-09, ઝેડ-9109 આવી ચઢતાં પોલીસે શંકાને આધારે તેને અટકાવીને તલાસી લેતાં પાછળના ભાગે ઘંઉના કટ્ટા ભર્યા હતા. જ્યારે આગળના ભાગે વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલી મળી આવી હતી.
વાસદ પોલીસે ઘઉંની આડમાં લઇ જવાતો લાખોનો દારૂ ઝડપ્યો - વાસદ પોલીસે લાખોનો દારૂ ઝડપયો
વાસદ પોલીસે ટોલનાકા પાસે વોચ ગોઠવીને ઘંંઉના કટ્ટાની આડમાં ટાટા ગાડીમાં લવાયેલા 11 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડીને કુલ 16 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ શખ્સો વિરૂદ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
જેથી પોલીસે ડ્રાઇવર અને ક્લીનરને અટકાયતમાં લઈને પોલીસના જાપ્તા સાથે ગાડીને વાસદ પોલીસ મથકે લાવવામાં આવી હતી. જ્યાં ઘંઉના કટ્ટા હટાવીને તપાસ કરતાં અંદરથી કુલ 10,99,200 નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પકડાયેલા બન્ને શખ્સોના નામઠામ પૂછતાં તેઓ રાજસ્થાન ખાતે રહેતા બલવંતસિંહ ભેરૂસિંહ સીસોદીયા અને મીરા અણદાભાઈ પારઘી હોવાનું ખુલવા પામ્યું હતું.
વધુમાં જણાવીએ તો બંન્નેની પુછપરછ કરતાં આ વિદેશી દારૂ ભરેલી ગાડી રાજસ્થાનના કોટડા ખાતે રહેતા ભરતભાઈ શાંતિલાલભાઈ જૈને આપી હતી અને અમદાવાદ પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. જેથી બપોરના સુમારે અમદાવાદ પહોંચીને ફોન કરતા વડોદરાની ગોલ્ડન ચોકડીએ જવા જણાવ્યું હતું. જેથી ગોલ્ડન ચોકડીએ જતા હતા ત્યારે જ પકડાઈ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ 15,99,700 નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.