આણંદ : ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા પહોંચી છે. તેમને સારવાર આપવા માટે આણંદમાં સરકારી અને ખાનગી સંસ્થાઓ 24 કલાક સેવામાં ઉપલબ્ધ રહીને જીવ દયા ની સોડમ પ્રસરાવી માનવતા મહેકાવી છે. ઉતરાયણ ના તહેવાર સમયે અને તેના પહેલાના 3 દિવસથી આણંદ ના રસ્તા પર આવી સંસ્થાના બુથ જોવા મળે છે. જે ઇજાગ્રસ્ત પક્ષીઓ અને પ્રાણીઓને જરૂરી પ્રાથમિક સારવાર આપીને તેનો જીવ બચાવવામાં મદદ કરવા આતુર હોય છે.
પક્ષીઓને બચાવવાનું કાર્ય ચાલું : આણંદમાં છેલ્લા 14 વર્ષથી નેચર હેલ્પ ફાઉન્ડેશન જીવદયા અને પ્રાણી રેસ્ક્યું ની કામગીરી સાથે સંકળાયેલી પ્રચલિત સંસ્થા છે. જેને આ વર્ષે 28 જેટલા વોલેંટીયર બુથ ઉભા કરીને જિલ્લાભરમાંથી ઇજાગ્રસ્ત પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ સંસ્થાના વડા ડો. રાહુલ સોલંકી એ ETV Bharat સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સંસ્થા છેલ્લા 14 વર્ષ થી જીવ સૃષ્ટિ ના જતન અને સંવર્ધન માટે કાર્યરત છે. આ સંસ્થા સાથે સંકળાયેલા તમામ સ્વયમ્ સેવકો આ ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘવાતા પક્ષીઓને સારવાર આપવા માટે તૈયાર છે.
તમામ વિસ્તારમાં બુથ તૈયાર કરાયા : જિલ્લાના સરકારી પશુ દવાખાના માં ફરજ બજાવતા નાયબ જિલ્લા પશુપાલન નિયામક ડો. વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હાલ જિલ્લામાં સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પક્ષી ઇજાગ્રસ્ત બને તો તેને સારવાર આપવા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં જોડાયેલ છે, જે જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવે છે. આણંદ જિલ્લામાં આવેલ 8 તાલુકામાં કુલ 21 સરકારી હેલ્પ ડેસ્ક તૈયાર કરવામાં આવેલ છે. જેમાં 11 ડોક્ટર અને 21 પશુ ધન નિરીક્ષક સેવામાં ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે, સાથે જિલ્લામાં 1962 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ સેવા માં ઉપલબ્ધ રાખવામાં આવી છે, જે 24 કલાક સેવામાં હાજરી આપશે.
આ સમય દરમિયાન પતંગ ન ચગાવવા અપિલ : આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત 12 જાન્યુઆરી સુધીમાં માત્ર 7 પક્ષી ઘવાયા હોવાના કોલ આવ્યા હતા. તેને સામાન્ય ઈજાઓ હતી જેને સારવાર આપ્યા બાદ તેમના કુદરતી રહેઠાણ ક્ષેત્ર માં મુક્ત કરવા આવ્યા છે. સાથે જિલ્લા પશુપાલન અધિકારી તરીકે ડોક્ટર વરૂણ પટેલે સવારે અને સાંજના સમયે પતંગ ચગાવવાનું ટાળવા માટે અપીલ પણ કરી હતી. ઉલેખનીય છે કે આણંદ જિલ્લામાં સરકારી, ખાનગી અને અર્ધસરકારી સંસ્થાઓ હાલ જીવ દયા ની સોડમ પ્રસરાવી રહ્યા છે જેને જિલ્લાના નાગરિકો પણ સહકાર આપી રહ્યા છે.
- Uttarayan 2024: જૂનાગઢના બાળકોએ ઉત્તરાયણની પૂવ સંધ્યાએ પતંગ અને ડાન્સની મજા માણી
- Ahmedabad Uttarayan 2024 : મોંઘવારીને તડકે મૂકો, પતંગ 20 ટકા મોંઘા થયા છતાં પણ ખરીદી માટે ભીડ