આણંદઃ જિલ્લામાં સોમવારે ઉમરેઠ શહેરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો કુલ આંકડો 124 પર પહોંચ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે, ઉમરેઠમાં અગાઉ જે વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયા હતા તે વિસ્તારમાંથી જ આજે પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી લોકલ સંક્રમણની ભીતિ વ્યાપી છે.
આણંદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો પહોંચ્યો 124 પર, ઉમરેઠમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા - આણંદમાં કોરોના વાઇરસ
સમગ્ર રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આણંદમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 124 પર પહોંચ્યો છે.
જે બાદ તંત્ર દ્વારા ઉમરેઠના કસ્બા અને વ્હોરાવાડ વિસ્તારને સેનેટાઇઝ સહિત દર્દીઓના પરિવારજનોના સંપર્કમાં આવનારા વ્યક્તિઓને કવોરેન્ટાઇન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉમરેઠના કસ્બા વિસ્તારમાં રહેતા સકીનાબેન અકબરમીયા શેખ (ઉ.વ.૬ર) તેમજ વ્હોરાવાડ વિસ્તારમાં રહેતા મોઈઝભાઇ મહંમદભાઇ વ્હોરા (ઉ.વ.૭૪)નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
મોઈઝભાઇને અન્ય બિમારી હોવાથી છેલ્લા ત્રણેક દિવસથી કરમસદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વિસ્તારમાં અગાઉ કેસ આવ્યાની ગંભીર નોંધ લઇને તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારને આડશો લગાવવા સહિત સાવચેતીની કામગીરી હાથ ધરી હતી.