ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં 70માં વન મહોત્સવ નિમિત્તે 41 લાખ રોપાનું વિતરણ કરાયું - Gujarati news

આણંદ: ચરોતરનો આ જિલ્લો વૃક્ષો અને હરિયાળા પ્રદેશ માટે જાણીતો છે. તેવામાં હાલ જ્યારે ક્લાયમેટ આખાય વિશ્વની સમસ્યા બની છે અને એનવાયરમેન્ટ સાચવવું ખૂબ જરૂરી બન્યું છે ત્યારે આણંદ જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લાખો રોપાઓનું વિતરણ કરાયું હતુ.

70માં વન મહોત્સવ નિમિત્તે 41 લાખ રોપા તૈયાર કરાયા હતા

By

Published : Aug 6, 2019, 2:03 AM IST

આણંદ જિલ્લામાં ખાતાકીય મનરેગા તેમજ વિકેન્દ્રીય પ્રજા નર્સરીમાં 54થી વધારે જાતિના 41 લાખ કરતાં વધારે રોપાઓ તૈયાર કરી પૉલીથીન બેગમાં ઉછેરવામાં આવ્યા હતા. આ રોપાવો સરકારને નક્કી કરેલ નીતિ-નિયમો મુજબ વન મહોત્સવના દિવસે વિતરણ કરવામાં આવ્યા હતા.

આણંદ: 70માં વન મહોત્સવ નિમિત્તે 41 લાખ રોપા કરાયા હતા તૈયાર

વનખાતા દ્વારા ઉછેરવામાં આવતા રોપાઓનું દર વર્ષે વન મહોત્સવ દરમિયાન જાહેર જનતા સંસ્થાઓ, મહિલા મંડળ, ગ્રામ મંડળીઓ, બિનસરકારી સંસ્થાઓ તેમજ સહકારી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ રજીસ્ટર્ડ થયેલ વિવિધ સંસ્થાઓ વગેરેને વિતરણ કરવામાં આવે છે આ ઉપરાંત વન મહોત્સવ ઝુંબેશ સ્વરૂપે લોક સહકારથી તથા અધિકારીઓના તથા વનવિભાગના કર્મચારીઓની સહયોગથી વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવે છે.

વૃક્ષો પવનથી થતાં જમીનના ધોવાણ અટકાવે છે અને રણને વિકસતું અટકાવે છે. ઉષ્ણતાપમાન અને વાતાવરણમાં પ્રદૂષણને અટકાવે છે. જેથી આજના યુગમાં વૃક્ષોનું વાવેતરનો મહિમા વધારવામાં આવી રહ્યો છે. તે સહેજ પણ અસ્થાને ગણી શકાય નહીં. ચાલુ વર્ષે આપણે 70માં વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે ઉદ્યોગ અને શહેરોએ વૃક્ષો માટે ખતરો ઉભો કર્યો છે. આ પ્રસંગે વન અધિકારી દ્વારા સમગ્ર જિલ્લાની પ્રજાજનોને વૃક્ષોનું જતન કરવા અને વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details