ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં સંક્રમિત દર્દીઓના આકડાંમાં થઇ રહ્યો છે વધારો...

આણંદમાં કોરોના પોઝિટિવ કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. ત્યારે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટીતંત્ર દ્વારા મહામારીની ચેઇનને તોડવા માટે ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે અને જિલ્લામાં આ મહામારીનો ચેપ કેવી રીતે ફેલાયો તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.

By

Published : Apr 12, 2020, 7:13 PM IST

આણંદમાં સંક્રમિત દર્દીઓના આકડાંમાં થઇ રહ્યો છે વધારો....
આણંદમાં સંક્રમિત દર્દીઓના આકડાંમાં થઇ રહ્યો છે વધારો....

આણંદઃ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે. ત્યારે આણંદ જિલ્લામાં લોકડાઉનના શરૂઆતના 14 દિવસ સુધી એક પણ કોવીડ-19નો પોઝિટિવ કેસ સામે આવ્યો ન હતો પરંતુ અચાનક જિલ્લામાં કેસના દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે જાણો આણંદ જિલ્લામાં કેવી રીતે ફેલાયો આ મહામારીનો ચેપ.

આણંદમાં સંક્રમિત દર્દીઓના આકડાંમાં થઇ રહ્યો છે વધારો....
  • આણંદમાં કોરોના પોઝિટિવ કેસની વિગત

  • પહેલો કેસ 7 તારીખના રોજ આણંદના પાધરીયા વિસ્તારમાંથી સામે આવ્યો હતો. જેનું નામ મુખ્તાર પઠાણ છે. (આણંદ નગરપાલિકાના કર્મચારી) તેમની ઉંમર 54 વર્ષ છે.

  • બીજો કેસ 9 તારીખે આણંદના હાડગુડથી જહાંગીરપુરા રોડ પર આવેલા રઝાકનગરથી ગેરેજ મિકેનિકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેનું નામ શાહીદખાન પઠાણ છે તેમની ઉંમર 45 વર્ષ છે.

  • ત્રીજો અને ચોથો કેસ આણંદના હાડગુડ ખાતેથી મળી આવ્યો હતો.
  • ત્યાર બાદ 11 તારીખના રોજ આણંદના ખંભાત ખાતેથી પાંચમો કેસ સામે આવ્યો હતો. જેનું નામ સરોજબેન પટવાર છે. ઉંમર 53 વર્ષ છે.
  • ત્યાર બાદ 12 તારીખે સવારે વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી એક કેસ નવાખલ ગામ તાલુકો અંકલાવથી સલમાબેન ચૌહાણનો આવ્યો હતો. તેમની ઉંમર 26 વર્ષ છે.

  • રવિ મોતીલાલ પટવાર, આલિંગ ખંભાતના રહેવાસી છે. જેમની ઉંમર 33 વર્ષ છે.

  • મોતીલાલ રામાસરા પટવાર, ખંભાતથી પોઝિટિવ આવેલી મહિલાના પતિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

    આમ કુલ 8 કેસ આણંદ જિલ્લામાં થયા છે.

જિલ્લામાં આ મહામારીનો ચેપ વધુ ન ફેલાય તે માટે નાગરિકોએ પણ જાગૃત થવાની જરૂર છે. કામ સિવાય ઘરની બહાર જવાનું ટાળો અને સુરક્ષિત રહોની સૂચના તંત્ર દ્વારા અપાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details