ગુજરાત

gujarat

ETV Bharat / state

બાકરોલ ગામમાં મુખ્ય માર્ગ બિસ્માર બનતા હોબાળો

આણંદ: સરકાર દ્વારા ગામડાઓમાં રોડ રસ્તા સારા બને તે માટે અનેક યોજનાઓ અંતર્ગત ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રેક્ટ આપી રોડ રસ્તા નવા કરવાની કામગીરી કરાતી હોય છે, પરંતુ આવા કામોમાં ભ્રષ્ટાચાર પણ વધતો હોઈ તેમ લાગી રહ્યું છે.

By

Published : Feb 16, 2019, 3:41 PM IST

વીડિયો

'મુખ્યમંત્રી સડક યોજના'ની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લા પંચાયત તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આણંદ પાસે આવેલ બાકરોલ ગામમાં મુખ્ય માર્ગ નવો કરવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ગત સપ્ટેમ્બર મહિનામાં કામ ચાલુ કરી 600 મીટર લાંબો અને 3.5 મિટર પહોળો રોડ બનાવવા માટે રોનક એન્જિનિયર નામની કંપનીને સોપાયું હતો. જેમાં આ ખાનગી કંપનીએ RCC રોડ બનાવવામાં ઓછી ગુણવતા ધરાવતા મટીરીયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચાર્યો હોઈ તેવુ ગામજનોને લાગ્યું હતું, પરંતુ તેમનો સંદેહ હકીકતમાં ત્યારે ફેરવ્યો જ્યારે રોડનું કામ પૂર્ણ થયાના માત્ર ગણતરીના જ દિવસોમાં ખાડા તેમજ ડસ્ટ દેખાવા લાગ્યા. જેને લઇ ગામજનો દ્વારા નીચેથી લઇ વડાપ્રધાન સુધી રજૂઆતો કરાઈ હતી.

વીડિયો

બાકરોલમાં જુનો પાક્કો ડામર રોડ તોડી નવો રોડ બનાવવા સરકાર દ્વારા લાખો રૂપિયાની મુખ્યમંત્રી સડક યોજનામાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ માર્ગ અને મકાન વિભાગની અને કોન્ટેક્ટર બેદરકારી કહો કે મિલીભગત આ રોડ બન્યાને 15 થી 20 દિવસમાં જ બિસ્માર થઈ ગયો હતો. જેને લઇ ગામજનો દ્વારા અનેક રજૂઆતો કરાઈ હતી, પરંતુ માર્ગ મકાન વિભાગને જાણે કોઈ પડી જ ન હોય તેમ આ કામને ગણવામાં જ નહોતું આવતું. આખરે હોદ્દેદારો દ્વારા રોડના ડેમેજ ભાગ પૂરતું જ રિપેરિંગ કામ આજે હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરાયો હતો અને કામને અટકાવવામાં આવ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, કોન્ટ્રેક્ટર દ્વારા કરવામાં આવેલ રોડ કામમાં પોતાની બેદરકારી છુપાવવા માટે તે માત્ર ડેમેજ ભાગ જ રિપેર કરવાના છે અને એ પણ રોડ બન્યાના મંત્ર ગણતરીના જ મહિનાઓમા તો ભવિષ્યમાં આવી ઘટના બીજી વખતના બને તેની જવાબદારી કોણ લેશે..? તેમજ રોડ કામ ચાલુ કામે કે કામ પૂર્ણ થયા બાદ પણ કોઈ પણ કોન્ટ્રેક્ટરે હાજરી આપી જ નથી. આ અંગે લાગતા વળગતા સરકારી અધિકારીઓ પણ રોડ કામ માટે કેવું મટીરીયલ વપરાઈ રહ્યું છે તે જોવા નથી આવ્યા. ગામજનો દ્વારા આખો રોડ નવો બનાવો નહીતો બાકરોલ ગામના રહેવાસીઓ ચૂંટણીના બહિષ્કાર સુધીની તૈયારીઓ બતાવી હતી તેમજ અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

આ ઘટના અંગે જ્યારે મીડિયા કર્મીઓ દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેલ કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અધિકારી દ્વારા કેમેરા સમકક્ષ કઈ પણ કહેવાનો ઇનકાર કરતા ઓફિસમાં કેમેરા લઇને ન આવવા જણાવ્યું હતું તેમજ મીડિયા સાથે ગેરવર્તન કરી કંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો જેથી એ તો સ્પષ્ટ થાય છે કે, આ કામમાં તંત્ર કોન્ટ્રેક્ટરને છાવરી રહ્યા છે અને ઈજનેર પોતાની મિલીભગત છુપાવવાનો પ્રયત્ન કરતા હોઈ તેમ વર્તતા દેખાયા છે.

આ અંગે Etv bharat ની ટીમે વધુ તપાસ કરતા માહિતી મળી હતી કે કાર્યપાલક ઈજનેર પોતે 3 મહિનાથી રજા પર છે અને તેમનો ચાર્જ છેલ્લા 3 મહીનાથી પેટલાદના ડેપ્યુટી એન્જિનિર તરીકે ફરજ બજાવતા નીખીલ પોપટ પાસે છે અને ક્યાંકને ક્યાંક આમની કાર્યશૈલી શંકાસ્પદ લાગી આવે છે.

રોડના 20 દિવસમાં ઉખડેલા પોડાઓએ બાકરોલમાં તંત્ર અને કોન્ટ્રાકટરના બ્રસ્તાચારને ખુલ્લો પડ્યો છે. હવે જો વધુ અને સાચી તાપસ થાય તો કાર્યપાલક ઈજનેરની લાંબા ગાળાની રજા પર જવાનું સાચું કારણ અને પેટલાદથી આવેલ પોપટ ના કરેલા ઘોટાડા ખુલી શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details