- હાડગુડ ગામમાં લેન્ડ ગ્રેબિંગનો કેસ
- 16 દુકાનો અને 8 ઓરડીઓ ગેરકાયદેસર બનાવી
- આણંદ SOGએ કરી ધરપકડ
આણંદ :આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં ઝડપાયેલા બાંગ્લાદેશી ઘુષણખોરોને આશરો આપનાર સાબિરશાહ દિવાન વિરુદ્ધ આણંદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા હાડગુડ ગ્રામપંચાયતની આવાસ માટે નક્કી થયેલા જમીનમાં દબાણ કર્યા અંગેની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. ભુમાફિયા સાબિરશાહ દિવાને 1,000 ચો.મીટર જમીન પર ગેરકાયદેસર દબાણ કર્યું હોવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે.
13 બાંગ્લાદેશીઓને હાડગુડમાંથી પકડયા
હાડગુડ ગામમાં સાબિરશાહ દિવાને સરકારી જમીનમાં ગેરકાયદેસર બનાવેલા કોમ્પ્લેક્સમાં બાંગ્લાદેશીઓને શરણ આપી હતી. આ અંગેની જાણ આણંદ SOG પોલીસને થતા આણંદ પોલીસે હાડગુડના આ કોમ્પલેક્ષમાં દરોડા પાડી 13 જેટલા બાંગ્લાદેશીઓને હાડગુડમાં રહેતા ઝડપી લીધા હતા. જે અંગે તપાસ કરતા આ બાંગ્લાદેશના નાગરિકોને હાડગુડ ગ્રામપંચાયતમાંથી ખોટા પુરાવા રજુ કરી ભારતીય દસ્તાવેજો બનાવવામાં પણ સાબિરશાહે મદદ કરી હોવાના ખુલાસો થયો હતો.
આણંદ SOG દ્વારા સાબિરશાહની ધરપકડ
આણંદ SOG દ્વારા બાંગ્લાદેશીઓ મામલે સાબિરશાહની ધરપકડ કરવા આવી હતી. પોલીસની દખલગીરીથી દેશ વિરોધી પ્રવૃતિઓ કરતા શાબિરના કરતૂતોનો ભાંડો ફૂટી ગયો હતો. જે બાદ ગામના જાગૃત નાગરિકોની અરજીથી શાબિરશાહ દિવાન દ્વારા પંચાયતની જમીનમાં વર્ષોથી ગેરકાયદેસર દબાણ અંગેની અરજી જિલ્લા કલેકટરને આપવામાં આવી હતી. જેમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હતો. આ કેસ બાબતે મળેલી કમીટીમાં તંત્રના અધિકારીઓ દ્વારા આ દેશ વિરિદ્ધિ પ્રવૃત્તિ કરનાર ભુમાફિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સબિરશાહ દિવાન વિરુદ્ધ આણંદ TDOએ આણંદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધ્યોં હતો. લેન્ડ ગ્રેબિંગના ગુના અંતર્ગત ફરિયાદ કરવામાં આવી હતી. સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર 28 જાન્યુઆરીએ મોડી રાત્રે આ ફરિયાદ આણંદ પોલીસને મળતા પોલીસ દ્વારા આરોપીની પણ અટકાયત કરવામાં આવી છે.
ગેરકાયદેસર કરાયેલ બાંધકામ 1000ચો.મી. સરકારી જમીન પચાવી પાડી
આણંદની નજીક આવેલ હાડગુડ ગ્રામપંચાયતના મુખ્ય માર્ગ પર 1000ચો.મી. સરકારી જમીન પર સાબિરશાહ દિવાન દ્વારા 16 દુકાન અને 8 ઓરડી ગેરકાયદેસર બનાવી હતી. બિન-અધિકૃત રીતે અવેજ ભાડુ મેળવાનો વ્હેપલો ચાલુ કરી દેવામાં આવ્યો હતો. પોતે પંચાયતમાં સભ્ય હોવાથી અને રાજકીય વર્ગ ધરાવતો આ સાબિરશાહ તંત્ર અને કાયદાને ઘોળીને પી જવામાં પારંગત બની ગયો હતો. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરી સબિરશાહ દિવાને લાંબા સમયથી માસિક લાખો રૂપિયાની ભાડાની કમાણી મેળવી હતી. સાથે જ અવેધ રૂપે ભારતમાં પ્રવેશેલા બાંગ્લાદેશીઓને હાડગુડમાં આશરો આપીને તેમને ખોટા સરકારી દસ્તાવેજો બનાવવામાં પોતાનો રાજકીય પાવર વાપરીને મદદરૂપ બન્યો હતો.
સરકારી અધિકારીઓ હરકતમાં
આણંદ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ કેસ નોંધવામાં આવતા સરકારી અધિકારીઓ પણ હવે હરકતમાં દેખાઈ રહ્યા છે. જિલ્લામાં અનેક અરજીઓ જિલ્લા કલેકટરને મળી છે. જેમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલ આ નવા કાયદા અંતર્ગત પ્રજાએ ન્યાય મેળવવા હુંકાર લગાવી હોય. ત્યારે ઉલ્લેખનીય છે કે, આ હાડગુડના સરકારી જમીન પર થયેલા અવેધ દબાણના ગુના બાદ હવે કેટલા અન્ય ભુમાફિયાઓ આ કાયદાની ઝપેટમાં આવે છે.