ગુજરાત

gujarat

ETV Bharat / state

આણંદમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ યોગ કરીને સૌને પ્રેરણા આપી - Anand news

આણંદ જિલ્લાના તારાપુર ધર્મજ હાઇવે ઉપર આવેલા ગોકુળધામ સંકુલ ખાતે આજે સાધુ સંતો અને ભક્તિ સેવાશ્રમ વૃદ્ધાશ્રમના વૃદ્ધ નાગરિકોએ વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી યોગ કરીને કરી હતી.

Yoga
Yoga

By

Published : Jun 21, 2020, 2:20 PM IST

આણંદઃ આણંદ જિલ્લાના તારાપુર ધર્મજ હાઇવે ઉપર આવેલા ગોકુળધામ સંકુલ ખાતે આજે સાધુ સંતો અને ભક્તિ સેવા શ્રમ વૃદ્ધાશ્રમના વૃદ્ધ નાગરિકોએ વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી યોગ કરીને કરી હતી.

આણંદમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ યોગ કરીને સૌને પ્રેરણા આપી
સ્વામી નારાયણ સંસ્થાના ગોકુળ ધામ નાર ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા નાગરિકો સામાન્ય રીતે નિયમિત યોગ કરતા રહે છે અને સ્વસ્થ રહે છે. ગોકુળ ધામ નાર ખાતેના યોગ પ્રેરણા રૂપ સ્વામી હરે કૃષ્ણ સ્વામીજી ના આશીર્વાદ અને પ્રેરણાથી વૃદ્ધ નાગરિકોએ સામૂહિક પ્રયાસો કરીને યોગાસન કરી ખાસ યુવા પેઢી અને સમાજને એક સંદેશો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમૂલ્ય માનવ જીવન પરસ્પર સદભાવના, પ્રેમ ,સમાજ માટે ઉપયોગી બની રહે સર્વત્ર પ્રેમાળ વાતાવરણ, સર્વે સુખી હોય, સૌના મુખ પ્રસન્ન હોય એવા વાતાવરણ અને સમાજના નિર્માણ માટે સૌને પ્રેરક બળ મળે સાથે સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળે તેવી કામના કરી યોગની પ્રેરણા પુરી પાડી હતી.
આણંદમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ યોગ કરીને સૌને પ્રેરણા આપી

ભક્તિ સેવા શ્રમ ખાતે સમાજની વર્તમાન જરૂરીયાતને ધ્યાને લઇ વૃદ્ધ વડીલોની સાર સંભાળ અને કાળજી રાખી શકાય તે હેતુથી ભક્તિ સેવાશ્રમમાં વડીલોને આશ્રય આપવામાં આવે છે. અહીં આ વડીલોને ઘર જેવું જ કુટુંબ જેવુ જ વાતાવરણ મળી રહે તેમજ સંતોષ પૂર્વક સ્વાત્વિક જીવી શકે તેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details