આણંદઃગુજરાત સરકારની મુખ્યપ્રધાન ગ્રામ સડક યોજના અંતર્ગત બોરસદ તાલુકાના કઠોલથી તાડિયાપુરા જતા માર્ગ પર અંદાજિત રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને સાંસદ મિતેષભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃSalim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...
ગુજરાત સરકાર દ્વારા બજેટની ફાળવણીઃ આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે, ગામના લોકોને ચોમાસા દરમિયાન જવા આવવા માટે તકલીફ ના પડે તે માટે હયાત કોઝવે પર અંદાજીત રૂપિયા 6 કરોડના ખર્ચે 80 મીટર લાંબા અને 7 મીટર પહોળાઈના બ્રિજના નિર્માણ થકી લોકોને આવાગમનમાં વધુ સરળતા થશે. રમણ સોલંકીએ વધુમા ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય માણસના જીવન ધોરણ સુધારવા માટે અનેક વિકાસ કાર્યો હાથ ધરવાની સાથે-સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરી રહી હોવાનું જણાવી આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા સૌથી વધુ બજેટની ફાળવણી કરી આમ જનતાને અનેક વિકાસ કાર્યો ભેટ આપવામાં આવનાર છે.