ગુજરાત

gujarat

ETV Bharat / state

સાયમા લવજેહાદનો આરોપી દાહોદ જિલ્લાના વરોડ ગામેથી ઝડપાયો - news in Anand

એક તરફ લવજેહાદને લઈને ગુજરાતમાં પણ કાયદો બનાવવાની લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે ખંભાત તાલુકાના સાયમા ગામે લવ જેહાદની એક ઘટના સામે આવી છે. જેમાં સાયમા ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર ત્રણ બાળકોના પિતાને એલસીબી, એસઓજી પોલીસની સંયુક્ત ટીમે દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારમાંથી ઝડપી પાડી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કર્યો છે.

સાયમા લવજેહાદનો આરોપી દાહોદ જિલ્લાના વરોડ ગામેથી ઝડપાયો
સાયમા લવજેહાદનો આરોપી દાહોદ જિલ્લાના વરોડ ગામેથી ઝડપાયો

By

Published : Dec 24, 2020, 7:15 AM IST

Updated : Dec 24, 2020, 7:30 AM IST

  • આણંદમાં લવજેહાદની એક ઘટના
  • સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી
  • ખંભાત રૂરલ પોલીસે તપાસ હાથ ધરી

આણંદ : એક તરફ લવજેહાદને લઈને ગુજરાતમાં પણ કાયદો બનાવવાની લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે ખંભાત તાલુકાના સાયમા ગામે લવ જેહાદની એક ઘટના સામે આવી છે. જેમાં સાયમા ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જનાર ત્રણ બાળકોના પિતાને એલસીબી, એસઓજી પોલીસની સંયુક્ત ટીમે દાહોદ જિલ્લાના લીમડી વિસ્તારમાંથી ઝડપી પાડી ખંભાત ગ્રામ્ય પોલીસ મથકના હવાલે કર્યો છે.

આરોપીને સેલફોનના લોકેશન ઉપરથી વરોડ ગામેથી ઝડપી પાડ્યો

સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જતા ખંભાત રૂરલ પોલીસે ગુનો નોંધી બંનેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમે બંનેના સેલફોનના લોકેશન ઉપરથી તેઓને દાહોદના વરોડ ગામેથી ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.

શું હતી સમ્રગ ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ તાલુકાના સંદેશર ગામે આવેલા પ્રીતમપુરા ખાતે રહેતા અને ત્રણ સંતાનોના પિતા સરફરાજ ઉર્ફે ટીકો ઇલમુદ્દીન શેખ તેની નજીકમાં જ રહેતી એક 17 વર્ષ સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. આ દરમિયાન સગીરાના પરિવારજનોને તેની જાણ થતાં તેઓએ સગીરાને તેના મોસાળ ગામે મોકલી દીધી હતી. જોકે, તેની જાણ સરફરાજને થતાં સગીરા જે ગામે હતી, ત્યાં જઇ તે સગીરાને ભગાડી રફુચક્કર થઇ ગયો હતો.

ખંભાત રૂરલ પોલીસે સરફરાઝ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરી

મોડી રાત સુધી સગીરાની શોધખોળ બાદ પણ કોઇ અત્તોપત્તો ન લાગતા આખરે તેની માતાએ ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સરફરાજ ઉર્ફે ટીકાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ખંભાત રૂરલ પોલીસે ઇન્ટેલિજન્સ બ્યુરોની મદદ લઇ સરફરાજના મોબાઈલ લોકેશનને આધારે તેણે દાહોદ જિલ્લાના લીમડી પોલીસ હદમાં આવેલ વરોડ ગામેથી ઝડપી પાડયો હતો. તેમજ બંનેને ખંભાત રૂરલ પોલીસ મથકે હાજર કર્યા હતા. સગીરાને તેની માતાને સોંપી હતી અને સરફરાઝ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

Last Updated : Dec 24, 2020, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details