આણંદ : આણંદમાં તમાકુનો વેપાર કરતો અને સંપન્ન પરિવારના 65 વર્ષના વૃદ્ધ દ્વારા જાહેર માર્ગ પર કરવામાં આવેલા વિકૃત કૃત્યથી (Teasing Student in Anand) આણંદ પોલીસ પણ ચોંકી ગઈ છે. આ વયોવૃદ્ધ વહેપારીએ ટ્યુશને જતી ચાર વિદ્યાર્થિનીને ભરબજારમાં ફિલ્મી ઢબે રોકી તેના ગાલ પર હાથ ફેરવ્યો હતો. આ બનાવના ઘેરા પડઘા પડ્યા હતા અને મામલો પોલીસ (Crime Case in Anand) મથકે પહોંચ્યો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હદ સે...! 65 વર્ષના કપાતરની હરકતથી ચાર વિદ્યાર્થિનીઓની આંખમાં ભર બજારે ગંગા નિકળી
આણંદમાં 65 વર્ષના વૃદ્ધનું શરમજનક કૃત્ય સામે આવતા (Teasing Student in Anand) લોકો ચોંકી ઉઠ્યા હતા. આ વૃદ્ધે ચાર વિદ્યાર્થિનીની છેડતી કરતા બાળકીઓ રડવા લાગીની ઘટના સામે આવી છે. જો કે, આ બનાવની જાણ પોલીસને થતા કાયદેસર (Crime Case in Anand) કાર્યવાહી આગળ હાથ ધરી હતી.
વૃદ્ધએ વિદ્યાર્થિનીઓ પર હાથ ફેરવ્યા - આણંદ શહેરના ગોપી સિનેમા રોડ પર હરિ ટ્યુશન કલાસીસના દરવાજા પાસે ચાર (An Old Man Molested Girls in Anand) વિદ્યાર્થિઓની છેડતી થઈ હતી. જે ઘટના પોલીસ મથકે પહોંચતા શહેર પોલીસ દોડતી થઈ હતી. શહેરના હરિ ટ્યુશન કલાસીસના ગેટ પાસે રવિવારે બપોરે ચાર વિદ્યાર્થિની ચાલતા ચાલતા રોડ પર જઇ રહી હતી. તે દરમિયાન પાછળથી વૃદ્ધ ધસી આવ્યો હતો અને ચારેય વિદ્યાર્થિનીને ઉભી રાખી તેમના નામ, સરનામા પુછી હાથ લંબાવી વારાફરતી બધાના હાથ પકડી તમામને ગાલ પર હાથ ફેરવ્યા હતા. જોકે, વિદ્યાર્થિનીઓએ (Cases of Molestation of Girls in Anand) વિરોધ કરવા છતાં ગાલ પર હાથ ફેરવી સ્પર્શ કરી ચૂંટલી ખણી હતી.
આ પણ વાંચો :molestation cases in vadodara: માંજલપુરના ડી માર્ટમાં ટ્રાયલ રૂમમાં મહિલાનો વીડિયો બનાવતો યુવક ઝડપાયો
અશ્લીલ બનેલા વૃદ્ધ વિદ્યાર્થિનીઓ રડવા લાગી - અચાનક જાહેરમાં અશ્લીલ બનેલા વૃદ્ધ દ્વારા કરેલા અડપલાં મામલે (Old Man Teasing Girls in Anand) વિદ્યાર્થિનીઓ ગભરાઇ ગઇને રડવા લાગી હતી. આ અંગે વાલીઓને જાણ કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. તપાસ કરતાં આ વૃદ્ધ અરૂણ શાહ (રહે.આશોપાલવ સોસાયટી, આણંદ, ઉ.વ.65) હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે શહેર પોલીસે અરૂણ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ શહેર પોલીસે જાહેરમાં વિદ્યાર્થીનીઓની (Anand Police) છેડતી કરનાર આ વૃદ્ધ વેપારી સામે પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.