આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા - સરદાર પટેલ યુનિવર્સિટી
આણંદ : જિલ્લાના સરદાર પટેલ યુનિવર્સિટીના ઇકોનોમિક્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર ડેડીયાપાડાનો રહેવાસી વિપુલ વસાવા છેલ્લા ઘણા સમયથી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ઈકોનોમિક્સના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીએ કોઇ અંગત કારણોસર આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. આ સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરીને કયા કારણોસર આત્મહત્યા કરી તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.