આણંદવલ્લભ વિદ્યાનગર સ્થિતસરદાર પટેલ યુનિવર્સિટીને નેશનલ હેપીનેસ યુનિવર્કોન એવોર્ડથી (Happiness Unicorn Award)સન્માનિત કરવામાં આવી છે. હાર્ટફુલનેસ એજયુકેશન ટ્રસ્ટ (HET) અને યુનિક એપ-યોર વન લાઇફ (YOL)ના સહયોગથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનીકલ એજયુકેશન (AICTE)એ હૈદરાબાદમાં યોજાયેલ સમારોહમાં એસપી યુનિવર્સિટી વિદ્યાનગરને આ એવોર્ડ એનાયત (SP University)કર્યો હતો.
SP યુનિવર્સિટીને હેપિનેસ યુનિકોર્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી - SP યુનિવર્સિટી
સરદાર પટેલ યુનિવર્સિટીને નેશનલ હેપીનેસ યુનિવર્કોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. ગુજરાતમાં આવેલા વિવિધ કેમ્પસ પૈકી સૌથી સુખી કેમ્પસ તરીકે એસ પી યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી છે. આ માટે સંસ્થા દ્વારા વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જે પૈકી રાજયમાંથી માત્ર એસ પી યુનિવર્સિટીને પસંદ કરવામાં આવી હતી.Happiness Unicorn Award, Sardar Patel University, SP University
એસ પી યુનિવર્સિટી એવોર્ડ એનાયતપ્રાપ્ત માહિતી અનુસાર અધ્યક્ષ ડો.અનિલ સહસ્ત્રબુદ્ઘે, નિઝામાબાદ વિધાન પરિષદના સભ્ય કે.કવિતા, રામ મિશનના પ્રમુખ અને ઋઉરના સ્થાપક કમલેશ પટેલ તથા યોગી કોચરની હાજરીમાં એવોર્ડ એનાયત(National Happiness Unircon Award )કરાયો હતો. હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે યોજાયેલ એવોર્ડ સમારોહ કાર્યક્રમમાં દેશવ્યાપી શૈક્ષણિક સંસ્થાઓના ડિરેકટરો અને ટોચની સંસ્થાઓના વાઇસ ચાન્સલરો સહિત શિક્ષણવિભાગના 10000થી વધુ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત 150થી વધુ દેશોમાંથી લોકો વર્ચ્યુઅલી જોડાયા હતા.
એવોર્ડ મળવા બદલ આનંદ વ્યકત કર્યોઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં આવેલા વિવિધ કેમ્પસ પૈકી સૌથી સુખી કેમ્પસ તરીકે એસ પી યુનિવર્સિટીને માન્યતા આપવામાં આવી છે. આ માટે સંસ્થા દ્વારા વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા હતા. જે પૈકી રાજયમાંથી માત્ર એસ પી યુનિવર્સિટીને પસંદ કરવામાં આવી હતી. એસ પી યુનિવર્સિટીના ઇ.કુલપતિ પ્રો.નિરંજન પટેલે યુનિ.ને યુનિકોર્ન એવોર્ડ મળવા બદલ આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજયભરમાંથી ત્રણ સંસ્થાઓના વિવિધ માપદંડોમાં એસ પી યુનિવર્સિટીએ ક્રમાંકિત થઇને મેળવેલ એવોર્ડ યુનિ. માટે ગૌરવરૂપ છે. ભવિષ્યમાં આ સંસ્થાઓ સાથે જોડાઇને નેશનલ હેપિનેસ યાત્રા માટે ભારત અને દેશ બહારના કાર્યમાં યુનિ. સહભાગી થશે. આ યાત્રા વિદ્યાર્થી સમુદાયમાં વિવિધ પરિમાણોથી ખુશી લાવવા માટે ઉપયોગી સાબિત થશે. વધુમાં કહ્યું હતું કે, આગામી સમયમાં રાજયમાં પણ આ પ્રકારની યાત્રાનું આયોજન કરાશે.